Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ITRA ખાતે ૧૦મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્‍વયે વિવિધ સ્‍પર્ધાઓ

આ વર્ષે ‘મહિલા સશકિતકરણ માટે યોગ' થીમ પર

જામનગર તા. ૨૩ : આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા આ વર્ષે ૧૦મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્‍સાહભેર કરવામાં આવનાર છે. જેના અનુસંધાને યોગ દિવસની થીમ ‘મહિલા સશક્‍તિકરણ માટે યોગ' છે જેથી આઇ.ટી.આર.એ. દ્વારા તા. ૨૭-૦૪-૨૦૨૪ના રોજ સવારે ૦૬:૦૦ વાગ્‍યેથી સ્‍વસ્‍થવળત્ત વિભાગ, શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ ભવન ખાતે ત્રણ અલગ-અલગ વય જૂથો (૧૦-૨૦ વર્ષ, ૨૧-૪૦ વર્ષ, ૪૧-૬૦ વર્ષ)માં મહિલાઓ માટે સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરાંત તા. ૧૭-૦૫-૨૦૨૪ના રોજ ‘ઉનાળા માટેના પીણા'(ગ્રીષ્‍મ ઋતુ અનુસાર) બનાવવા માટેની સ્‍પર્ધા અને તા. ૨૪-૦૫-૨૦૨૪ના રોજ ‘એકલ યોગ નળત્‍ય' સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ત્રણેય વય જૂથના વિજેતાઓને રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.

સ્‍પર્ધા વિશે વધુ માહિતી તા. ૨૬-૦૪-૨૦૨૪ સુધી સ્‍વસ્‍થવળત્ત વિભાગ, આઇ.ટી.આર.એ. ચિકિત્‍સાલય, ડો. પી.એમ. મહેતા રોડ(ઝૂ રોડ), હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે, સવારે ૯ થી બપોરે ૧૨ દરમિયાન અથવા સ્‍વસ્‍થવળત્ત વિભાગ  શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ ભવન, આઇ.ટી.આર.એ. ખાતે બપોરે ૩ થી સાંજે ૭ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.  ઉપરોક્‍ત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેવા મહિલાઓને સંસ્‍થાના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવે છે

(1:44 pm IST)