Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

વિસાવદરમાં આડોશી-પાડોશી સૌના આદરપાત્ર ૧૦૦ વર્ષના "ઉજીમાં" સ્વર્ગે સિધાવ્યા : ગુરૂવારે બેસણુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર શહેરના ગાયત્રી પ્લોટમા રહેતા અંદાજે ૧૦૦ વર્ષની જૈફ વયના આડોશી-પાડોશી સૌના પ્રિય "ઉજીમાં" સ્વર્ગે સિધાવતા સૌની આંખો ભીની થઈ હતી. તેમની અંતિમયાત્રામાં જ્ઞાતિજનો, સમાજના વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શોકાંજલી અર્પી હતી.

  વિસાવદરના કોળી ઉજીબેન મેઘજીભાઈ તલસાણીયાનું તા.૨૩-૦૪-૨૪ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. 25/04/2024 ને ગુરુવારના રોજ ગાયત્રી પ્લોટ, કાલસારી રોડ- વિસાવદર ખાતે નિવાસસ્થાને રાખેલ છે. ઉજીમાં તેઓ વિજયભાઈ નરશીભાઈ તલસાણીયા,મુકેશભાઇ નાનજીભાઇ તલસાણીયા, સંજયભાઈ નરશીભાઈ તલસાણીયા, અજયભાઈ નરશીભાઈ તલસાણીયા, રવિભાઈ નરશીભાઈ તલસાણીયા, વિપુલભાઈ નાનજીભાઇ તલસાણીયાના દાદીમાનાં અવસાનથી સૌ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

(9:02 pm IST)