Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અંજાર પોલીસ મથકમાં નશેડીએ ધમાલ મચાવી : પોલીસે ગુન્હો દાખલ કરીને લોકઅપમાં પુરી દીધો

પીધેલી હાલતમાં તેણે રાડારાડ કરવાનું શરૂ કરતાં મહિલા પીએસઓએ ફરજ પર હાજર અન્ય પોલીસ કોન્સ્ટેબલોનું ધ્યાન દોર્યું

અંજાર પોલીસ મથકમાં આજે એક નશેડીએ ઘૂસી આવી જોરજોરથી રાડો પાડી, બકવાસ કરવાની હિંમત કરી હતી. પોલીસે નશેડીને પકડીને લૉકઅપમાં ઘાલી દઈ તેની સામે ગુનો દાખલ કર્યો હતો. આજે સાંજે સાડા ચારના અરસામાં મેઘપર બોરીચીમાં રહેતો 32 વર્ષિય ઈકબાલ ઓસમાણશા શેખ નામનો યુવક નશાયુક્ત હાલતમાં અંજાર પોલીસ મથકમાં ઘૂસી આવ્યો હતો. પીધેલી હાલતમાં તેણે રાડારાડ કરવાનું શરૂ કરતાં મહિલા પીએસઓએ ફરજ પર હાજર અન્ય પોલીસ કોન્સ્ટેબલોનું ધ્યાન દોર્યું હતું. પોલીસે ઈકબાલને અંદર કરી દઈ નશાબંધીની ધારાઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

(10:58 pm IST)