Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગરના રેલવે સ્ટેશન ખાતે રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચાલતા આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન અને જામનગરમા રેલવેની પડતર પડેલી જગ્યાને સ્થાનિક તંત્રને આપવાની ઉગ્ર માંગ : દસ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત

જામનગર:::જામનગરના રેલવે સ્ટેશન ખાતે રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચાલતા આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન આપવા કોંગ્રેસના કાર્યકરો રોષ વ્યકત કરવા પહોંચ્યા હતા. જામનગરમાં પણ રેલવેની પડતર પડેલી જગ્યાને સ્થાનિક તંત્રને આપવાની ઉગ્ર માંગ કરવા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં જ દસ જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(12:59 pm IST)