Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમરેલીમાં કોરોના કાળમાં શાંતાબા મેડિકલ કોલેજ-જનરલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં અગ્રેસર રહી

કલેકટર આયુષ ઓક પ્રત્યે કુતજ્ઞતા વ્યકત કરતા વસંતભાઇ ગજેરા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૩ : જિલ્લા સમાહર્તા આયુષ ઓક (આઇ.એ.એસ.)ની કાર્યશકિત, વ્યકિતત્વ એવમ મુઠી ઉચેરા મહાપુરૂષ સમી લોકાભીમુખતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરાઇ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીનાં લોકસેવાના કાર્યોમાં હોસ્પિટલ અને મેડીકલ કોલેજના વિકાસ એવમ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવામાં તેઓશ્રીએ અપ્રતિમ માર્ગદર્શન સહાય એવમ હુફ પુરી પાડી છે.

જેનો ઋણ સ્વીકારતાં વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ઼ કે, અમરેલીના ઇતિહાસને વેગવંતુ કરતું એક મહાન વ્યકિતત્વ ઓકસાહેબ જે અમરેલી જિલ્લાના દરેક વર્ગના લોકો હરહંમેશ યોદોન્ચીત રાખશે. મેડીકલ કોલેજના પ્રારંભથી લઇ કોરોનાની મહામારીના કપરા સમયમાં ઓકસીજન પ્લાન્ટના પ્રારંભથી લઇ આઇસોલેટેડ વોર્ડ, દર્દીઓના જતન સંવર્ધનની સાથે ખેવનાદ્વારા લોકોની આરોગ્ય લક્ષી સેવામાં શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અગ્રેસર રહી છે. તેનો સમગ્ર શ્રેય આયુષ ઓકની દિર્ઘદ્રષ્ટા કાર્યશકિતને આભારી છે.

શ્રી આયુષ ઓક મિતભાષી, સાલસ એવમ નિરામય અને સ્ેનહાળ પ્રેમાળ પ્રતિભાસંપન્ન વ્યકિતત્વની કલેકટરશ્રી તરીકેની નિશ્રા સુરત જિલ્લાના વિકાસ ગાથાને પ્રજજવલિતતાં પ્રદાન કરશે. તેવી શ્રધ્ધા વ્યકત કરતાં શ્રી વસંતભાઇ ગજેરા તથા પીન્ટુભાઇ ધાનાણી દ્વારા ઓકનું સાલ અને મોમેન્ટો પ્રદાન કરી આભાર સાથેની કૃતાર્થ થયાની ભાવના વ્યકત કરાઇ હતી.

(1:01 pm IST)