Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વિંછીયાના બેલડા ગામે જુગાર રમતા ૧૦ શખ્સો પકડાયા : રૂરલ એલસીબીનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલા શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૨૩ : વિંછીયાના બેલડા ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રોહી - જુગારના કેસો શોધી કાઢવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે વિંછીયાના બેલડા ગામની સીમમાં દિલીપ કેશુભાઇ તલાવડીયાની વાડી પાસે રેઇડ કરી જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડા રૂ. ૧,૧૦,૩૫૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી વિંછીયા પોલીસના હવાલે કર્યા હતા.

પકડાયેલ શખ્સોમાં દિલીપ કેશુભાઇ તલાવડીયા, નરેશ કુંવરજીભાઇ તલાવડીયા, અલ્પેશ રાણાભાઇ ગળથરા, અશ્વીન રાણાભાઇ સોલંકી, મુકેશ કરમશીભાઇ તલાવડીયા, વિનુ ભીમાભાઇ તલાવડીયા રે. તમામ બેલડા ગામ, રમેશ લક્ષ્મણભાઇ ધરજીયા રે. બંધાળી ગામ, કાંતી ખોડાભાઇ શિયાળ રે. સોમલપર, જેન્તી લાભુભાઇ મેટાળીયા તથા હરજી પોપટભાઇ મેટાળીયા રે. બંધાળી ગામનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પો.કો. રહીમભાઇ દલ, રણજીતભાઇ ધાંધલ, પ્રણયભાઇ સાવરીયા તથા ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.(૨૧.૧૬)

 

પડધરીના ખાખડાબેલા-૬ ગામે જુગારના હાટડાઉપર દરોડોઃ રાજકોટના ૮ સહિત ૧૧ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટનો નિલેશ અકબરી, ક્રિપાલસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમાડતો 'તોઃ ૪.૪૭ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડ ેછે

(1:55 pm IST)