Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જોડિયા પંથકમાં ગેરકાયદે ખનન સ્‍ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકયું

બે ડમ્‍પર વાહનો, લોડર, ટ્રેકટરો, મોપેડ, રેતી સહિત લાખોનો મુદ્દામાલ ઊંડ નદીના કિનારેથી કબ્‍જે કરવામાં આવ્‍યો : આશિષ ભાટિયા, નીરજા ગોટરૂના માર્ગદર્શન હેઠળ નિર્લિપ્‍ત રાય ટીમનો સપાટોઃ કે.ડી. કામરિયા સ્‍ટાફની વધુ એક સિધ્‍ધિઃ દારૂ, જુગાર અંગે રોજેરોજ દરોડા બાદ હવે અન્‍ય અપરાધીઓને ટાર્ગેટ કરવા રણનીતિ

રાજકોટઃ શ્રી આશીષ ભાટિયા IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર તથા શ્રી નીરજા ગોટરુ IPS, અધિક પોલીસ મહાનિદેશક, સ્‍ટેટ મોનીટરીંગ સેલ તથા શ્રી નિર્લિપ્‍ત રાય IPS, પોલીસ અધિક્ષક, સ્‍ટેટ મોનીટરીંગ સેલ નાઓએ આપેલ સુચના આધારે શ્રી કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્‍ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ, સ્‍ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજય, ગાંધીનગરને બાતમી હકિકત મળેલ કે, ‘અમુક માણસો જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાદનપર ગામની સીમામાં ઉંડ-૦૨ નદીના કિનારેથી રેતી કાઢી, બે લોડર દ્વારા ડમ્‍પરો તેમજ ટ્રેકટરોમાં બાદનપરની સરકારી જગ્‍યામાં ભેગી કરી, કોઈ ખાણ- ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહેલ છે.'
આ માહિતી આધારે તા.૨૨/૬/૨૦૨૨ના રોજ રેઈડ કરતાં, સ્‍થળ ઉપરથી (૧) બે લોડર કિં.રૂા.૧૪,૦૦,૦૦૦/- (૨) ડમ્‍પર વાહનો નંગ-૭, કિં.રૂા.૨,૧૦,૦૦,૦૦૦/- (૩) એક ડમ્‍પર વાહનમાં ભરેલ સાદી રેતી (ખનીજ) ૪૭.૯૦૦ મેટ્રીક ટન, કિં.રૂા.૧૬,૨૮૬/- (૪) ટ્રેકટર નંગ-૨, કિં.રૂા.૧૦,૦૦,૦૦૦/- (૫) બન્‍ને ટ્રેકટરોમાં ભરેલી સાદી રેતી (ખનીજ) ૧૦.૭૨૦ મેટ્રીક ટન, કિં.રૂા.૩,૬૪૪/- (૬) મોટર સાયકલ વાહન નંગ-૧, કિં.રૂા.૨૫,૦૦૦/- (૫) એન્‍જીન ઓઈલની ૨૦ લીટરની ડોલ નં.૩, કિં.રૂા.૪,૫૭૫/- તથા ગેરકાયદેસર રેતી વેચાણ બાબતે ટ્રેકટર વાઈઝ કરેલ ફેરાનો હિસાબ લખેલ એક ચોપડો વિગેરે મળી કુલ  રૂપિયા ૨,૨૩,૪૯,૫૦૫/-નો મુદ્દામાલ કબ્‍જે કરી, જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્‍ટેશન ખાતે તા.૨૨/૬/૨૦૨૨ના રોજ આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.

 

(11:19 am IST)