Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કચ્છ ૩.૭ની તિવ્રતાથી ધ્રુજ્યુ

ભૂકંપની શકયતા વ્યકત કરતા અભ્યાસ વચ્ચે આંચકાઓનું પ્રમાણ વધ્યુ

ભુજ,તા. ૨૩:ફરી એકવાર ભૂકંપના આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી છે. આજે સવારે ૬.૪૭ મિનિટે કચ્છમાં ૩.૭ મેગ્નિટ્યુડનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર આ આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉની નજીક હતું. જોકે, કોઈ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપની શકયતા વ્યકત કરતા અભ્યાસ વચ્ચે કચ્છમાં આંચકાઓનું પ્રમાણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ જુલાઇના રોજ સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ચોટીલા, ગોંડલમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૮ રિકટર સ્કેલની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ૨૨ કિલોમીટર દૂર નોંધાયું હતું.

(11:22 am IST)