Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ગોંડલમાં જુગાર રમતી ૫ મહિલાઓ અડધા લાખના મુદામાલ સાથે ઝડપાઇ

ગોંડલ,તા.૨૩ : ગોંડલના ખોડિયાર નગરમાં મહિલાઓ જુગાર રમતી હોવાના બાતમીના આધારે સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ વનીતાબેન ગાડુભાઈ ગેવરિયા, ભાવનાબેન ભગવાનજીભાઈ ગોંડલીયા, બીનાબેન વિજયભાઈ મારડીયા, કીર્તિબેન ભુપતભાઈ ચૌહાણ તથા વનીતાબેન કાનજીભાઈ બુટાણી રોકડા રૂપિયા ૧૦૨૫૦ તેમજ એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૫૦૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ વી એમ ચુડાસમાએ હાથ ધરી હતી.

(11:34 am IST)