Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામજોધપુરના રહેણાંક મકાનમાં જુગાર રમતા પ શખ્સો રોકડ સાથે ઝડપાયા

જામનગર-જામજોધપુર તા. ર૩ :.. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સીંઘલની સુચના તેમજ ના. પો. અધિ. કૃણાલ દેસાઇના માર્ગદર્શન સુચના મુજબ જામજોધપુર પો. સ્ટે.ના પો. ઇન્સ. આર. બી. પ્રજાપતી તથા પો. સ્ટાફ પોલીસ સ્ટેશન હાજર હોય તે દરમ્યાન પો. કોન્સ. ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળાને મળેલ અગાઉ બાતમીના આધારે જામજોધપુર ઉપાશ્રય સામે ચતુરાનો ઢોરાવાળી શેરીમાં આવેલ રમેશભાઇ અરજણભાઇ ગોહેલના મકાનમાં રેડ કરી હતી.

જુગાર રમતા આરોપી (૧) રમેશભાઇ અરજણભાઇ ગોહેલ જાતે કોળી ઉ.વ. ૬૦ ધંધો પ્રા. નોકરી રહે. ઉપાશ્રય રોડ જામજોધપુર (ર) હરેશભાઇ ભવાનભાઇ ચૌહાણ જાતે વણકર બાવાજી ઉ.વ.પ૧ ધંધો મજૂરી રહે. આંબેડકર ચોક જામજોધપુર જી. જામનગર (૩) સુરેશભાઇ કાનજીભાઇ ફળદુ જાતે પટેલ ઉ.વ.પ૬ ધંધો નોકરી રહે. માકડીયા વાડી શેરી નં. ૪ જામજોધપુર જી. જામનગર (૪) મનસુખભાઇ ભવાનભાઇ પાચાણી જાતે પટેલ ઉ.વ. ૬ર ધંધો ખેતી રહે. ત્રિશુલ ચોક હનુમાન ગલી જામજોધપુર જી. જામનગર (પ) સંજયભાઇ ભીખુભાઇ ભોળા જાતે પટેલ ઉ.વ.૪૭ ધંધો મજુરી રહે. સેન્ટ્રલ બેંક માકડીયાવાડી શેરી નં. ૬ જામજોધપુર વાળાએ પાસેથી રોકડા રૂ. ૧૦,પ૧૦ તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂ. ૦ તથા મોબાઇલ નંગ-પ કિ. ૬પ૦૦ મળી કુલ મુદામાલ રૂ. ૧૭,૦૧૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પાંચેય આરોપીઓ વિરૂધ્ધમાં પો. હેડ કોન્સ. આર. આર. બાવળીયાએ ફરીયાદ આપેલ અને જુગારધારા કલમ ૪પ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહીમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. બી. પ્રજાપતી પો. સબ. ઇન્સ. કે. વી. ઝાલા પો હેડ કોન્સ. આર. આર. બાવળીયા પો. કોન્સ. જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ, ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળા તથા ધવલસિંહ ચંદુભા સીસોદીયા વિગેરેનાઓએ કરેલ છે.

(11:39 am IST)