Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ગીર સોમનાથ જિલ્લામાંથી ૬૦૦થી વધુ રાખડી સૈનિકોને મોકલી

 પ્રભાસ પાટણઃ રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે  દેશની રક્ષા માટે બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે દેશભર માંથી રાખડી મોકલવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડના સહયોગથી અને ગીર સોમનાથ જિલ્લામાંથી બહેનોએ મોકલાવેલી ૬૦૦ થી વધુ રાખડી કલેકટરશ્રી અજયપ્રકાશને આપવામાં આવી હતી. જે રાખડી બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી આપવામાં આવશે.સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્રારા ગુજરાત રાજયના ૧૮૩૦૦ ગામ માંથી બહેનો દ્વારા પહેલી રાખડી દેશ પ્રેમકી અંતર્ગત દેશના જવાનો માટે મોકલવામાં આવી છે. તમામ રાખડીઓ ગામ માંથી જિલ્લા મથકે મોકલી આપવામાં આવશે. ત્યારબાદ રાજય મથકે અને અંતમાં નેવી, એરફોર્સ, આર્મી સહિત બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી અપાશે. આ રાખડીઓનું તાલુકા મથકે પુજન કરવામાં આવ્યું હતું.સૈનિકો માટેની રાખડીઓ કલેકટરને આપવામાં આવી તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)(

(11:47 am IST)