Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

લોધિકા પોલીસ ત્રાટકીઃ ૧૪ પતાપ્રેમી ૧ લાખ ર૦ હજાર રોકડા સાથે ઝબ્બે

મેટોડા જીઆઇડીસી, છાપરાની સીમમાં અને પાંભર ઇટાળા ગામે દરોડાઃ ત્રણ મહિલા પણ જુગાર રમતી ઝડપાઇ ગઇ

લોધિકા તા. ર૩: ડી.જી.પી.એ રાજયમાં પ્રોહી જુગારના કેશો કરવા અંગે ડ્રાઇવનું આયોજન કરેલહોય જે અંગે નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદ્ીને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા અંગે પો. સબ ઇન્સ. એચ. એમ. ધાધલ તથા પો. સબ. ઇન્સ. કે. એ. જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ તે મુજબ ત્રણ સ્થળે દરોડા પાડી ૧૪ જુગારીને ઝડપી લીધા છે.

પાંભર ઇટાળા ગામમાં જાહેરમાં તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા (૧) વિપુલભાઇ ભુરાભાઇ સનુરા કોળી ઉ.વ. ર૮ ધંધો ડ્રાઇવીંગ, (ર) અનીલભાઇ ગંગારામભાઇ હરીયાણી બાવાજી ઉ.વ.ર૬ ધંધોમજુરી (૩) ઇલાબેન મુકેશભાઇ વાલજીભાઇ રાઠોડ કોળી ઉ.વ. ૩પ ધંઘો ઘરકામ (૪) સંગીતા સગારભાઇ વિનાભાઇ રાઠોડ કોળી ઉ.વ. રર ધંધો ઘરકામ (પ) રંજનબેન શૈલેષભાઇ મગનભાઇ રાઠોડ કોળી ઉ.વ. ૪૦ ધંધો ઘરકામ રહે. પાંભર ઇટાળાને રોકડ રૂપિયા ૧ર૪૦૦/- સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં છાપરા ગામની સીમમાં બીજન્દ પ્લોટીંગ પાછળ ખુલ્લામાં તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા (૧) બહાદુરસિંહ જીલુભા જાડેજા દરબાર ઉ.વ.૪પ ધંધો ખેતી (ર) શૈલેષભાઇ જીવરાજભાઇ રૈયાણી પટેલ ઉ.વ. ૩૮ ધંધો ખેતી (૩) રસીકભાઇ કાનાભાઇ સાગઠીયા અનું. જાતી ઉ.વ. ૪૦ ધંધો કડીયાકામ (૪) નરેશભાઇ શિવાભાઇ બગથવાર અનું. જાતી ઉ.વ. ૩પ ધંધો કડીયાકામ (પ) શૈલેષભાઇ ભુપતભાઇ દંડીયા વાલ્મીકી ઉ.વ. રપ ધંધોઃ મજુરી રહે. છાપરાને રોકડ રૂપિયા ર૭,૮૦૦/- તથા મોટર સાયકલ નંગ-૩ કી. રૂ. ૮પ૦૦૦/- કુલ મુદામાલ કિ. રૂ. ૧,૧ર,૮૦૦/- સાથે ઝડપાયા છે.

ત્રીજા દરોડામાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ર અને ૩ ની વચ્ચે આવેલ પાર્થ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતો કમલેશભાઇ સોલંકી પોતાની કબ્જા ભોગવટાના ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય અને હાલે જુગાર ચાલુ હોય અને હાલે જુગાર ચાલુ હોય જે ચોકકસ હકીકત આધારે રેઇડ કરતા  (૧) કમલેશભાઇ રામજીભાઇ સોલંકી કોળી ઉ.વ. ૩૧ ધંધો મજુરી રહે. મેટોડા જીઆઇડીસી પાર્થ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં (ર) સુનીલભાઇ જયસુખભાઇ પીઠડીયા દરજી ઉ.વ. ૩૩ ધંધો દરજીકામ રહે. મેટોા આજીઆઇસી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના કવાર્ટરમાં મુળ ગામ જામનગર ન્યુ સાધના કોલોની સીધ્ધનાથ સોસા. (૩) આનંદ વલ્લભભાઇ કાથરોટીયા પટેલ ઉ.વ. ર૪ ધંધો પ્રા. નોકરી રહે. મેટોડા જીઆઇડીસી ડી. એન.ડી. ઇન્ડ.ના લેબર કવાર્ટસમાં (૪) સુનીલભાઇ જયસુખભાઇ પીઠડીયા દરજી ઉ.વ. ૩૩ ધંધો દરજીકામ રહે મેટોડા જીઆઇડીસી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના કવાર્ટરમાં મુળ ગામ જામનગર ન્યુ સાધના કોલોની સીધ્ધનાથ સોોસા. જામનગરને રોકડ રૂપિયા ૮ર,૧૮૦/- સાથે ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં પો. એ. એસ.આઇ. હરદીપસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. ગીરીશભાઇ મકવાણા તથા પો. કોન્સ. ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા. પો. કોન્સ. ઘનશ્યામસિંહ દાનુભા જોડાયા હતા.

(11:51 am IST)