Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કાલાવડ નજીક બાઇક સ્લીપ થતા અનીડા ગામના હરેશભાઇ સાકરવડીયાનું મોત

રાજકોટ,તા.૨૩ : કાલાવડ નજીક બાઇક સ્લીપ થતા અનીડા ગામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ગોંડલના અનીડાગામમાં રહેતા હરેશભાઇ જમનભાઇ સાકરવડીયા (ઉવ.૩૮) પરમદિવસે પોતાનું બાઇક લઇને કાલાવડ જતા હતા ત્યારે કાલાવડ નજીક અચાનક બાઇક સ્લીપ થતા ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે જામકંડોરણા બાદ વધુ સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજ્યુ હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ નિલેષભાઇએ કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)