Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજકોટ જિલ્લામાં એન્ટીજન ટેસ્ટ શરૂ : ૧૫૦૦ કિટ આવી : ૨૦૦ ટેસ્ટ કરાયા : ૪ને કોરોના નીકળી પડયો

હોટસ્પોટ વિસ્તાર - ઓડીપી બેઇઝ ટેસ્ટ કરાઇ રહ્યા છે : તમામ તાલુકા આવરી લેવાયા

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સીટીમાં એન્ટીજન ટેસ્ટ કયારે શરૂ થશે તે હજુ નક્કી નથી, પરંતુ જિલ્લામાં એન્ટીજન ટેસ્ટ શરૂ થઇ ગયાનું જાણવા મળ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક તાલુકામાં આપણે એન્ટીજન ટેસ્ટ શરૂ કરી દિધા છે.

તેમણે જણાવેલ કે, કુલ ૧૫૦૦ કિટ આવી છે અને ગઇકાલ સાંજ સુધીમાં ૨૦૦ ટેસ્ટ કરાયા છે, જેમાં ૪ કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે.

ડો. ભંડેરીએ ઉમેર્યું હતું કે, તાલુકામાં દરેક હોટસ્પોટ સ્થળે અને ઓપીડી બેઇઝ એન્ટીઝન ટસ્ટ શરૂ કરાયા છે.

સ્ટાફ અંગે તેમણે જણાવેલ કે, હાલ પૂરતો મેડીકલ સ્ટાફ - મેડીકલ ઓફિસર છે, તેમજ ગેરૈયા કોલેજ ખાતે તથા સમરસ હોસ્ટેલ ખાતે કોવીડ કેર સેન્ટર પણ કાર્યરત છે.

જ્યારે ગોંડલ - જેતપુરમાં એક - એક ટુંંક સમયમાં નવી કોવીડ હોસ્પિટલ પણ શરૂ થઇ જશે.

(11:57 am IST)