Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વડિયાનો રબારી પિસ્તોલ સાથે ઝડપાયો

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતી ડામી દેવાની ઝુંબેશ ના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના ઇ.ચા.પો.ઇન્સ. એસ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ ASI દાદુભાઇ જાડેજા તથા દાજીરાજસિંહ ડાયાભાઇ તથા ઘનશ્યામભાઇ મસીયાવા તથા યોગેન્દ્રસીહ ચુડાસમા તથા ડાયાલાલ તથા પ્રવીણભાઇ આલ તથા HC હસમુખભાઇ પરમાર તથા મહીપતસીહ હેમંતસીહ તથા રવીભાઇ ભરવાડ તથા હરદેવસિંહ પરમાર PC જયરાજસિંહ તથા મહીપાલસીહ વિ.સ્ટાફના માણસો સાથે. સાયલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન નવધણભાઇ નાનજીભાઇ આલ રબારી ઉવ.૩૦, રહે. વડીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાને સાયલા પાળીયાદ રોડ કેરાળા ગામના બોર્ડ પાસે એક દેશી હાથબનાવટ ની પીસ્ટલ કી રૂ. ૫૦,૦૦૦/ સાથે પકડી પાડેલ છે.

(11:55 am IST)