Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સ્ટારમેકર એપ્લીકેશનના માધ્યમથી

સોશ્યલ મીડીયા દ્વારા જૂનાગઢના યુવકે ઉત્તરપ્રદેશના ઇટાવાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી જૂનાગઢ લાવ્યો

આખરે યુ.પી. પોલીસે ટેકનીકલ સોર્સથી યુવતીની માહિતી મેળવી જૂનાગઢ આવી યુવતીને પરત લઇ ગયા

જૂનાગઢ,તા. ૨૩: ઉત્ત્।રપ્રદેશ રાજયના ઇટાવા, રતન નગર ખાતે રહેતા ફરિયાદી સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, ફરિયાદી સુંદરસિંગ યાદવ દ્વારા રતન નગર, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન, ઇટાવા ખાતે પોતાની દીકરી રીંકીના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવેલ હતી, જેની તપાસ યુ.પી.ના સિવિલ લાઇન પોલીસે કરેલ હતી.. આ અપહરણના ગુન્હાની તપાસ દરમિયાન રતન નગર ઇટાવા યુ.પી. પોલીસને ટેકિનકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, અપહૃત યુવતી રીંકી હાલ જૂનાગઢ ખાતે મધુરમ વિસ્તારમાં છે.

જે માહિતી આધારે યુપી પોલીસ અપહૃત રીંકી યાદવના ઘરના સભ્યો સાથે જૂનાગઢ તપાસમાં આવી, સી ડિવિઝન પોલીસને માહિતી આપતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો. ભરતભાઇ, મેહુલભાઈ, પો.કો. ભાવિકભાઈ, કનકસિંહ, રવીન્દ્રસિંહ, ભવાનજીભાઈ, સહિતના સ્ટાફની જૂનાગઢ પોલીસની ટીમ યુપી પોલીસની મદદમાં રહેલ અને ઝીણવટભરી તપાસ હાથ ધરી, દિપાંજલી સોસાયટી ખાતે રહેતા આરોપી હેમંત વાસુદેવભાઈ જાની (ઉવ. ૨૯) રહે.ઙ્ગ બ્લોક નં. ૩૦૧, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, દિપાંજલી ૦૧, જૂનાગઢ તથા ભોગ બનનાર રીંકી સુંદરસિંગ યાદવ ઉવ. ૨૧ રહે. રતન નગર, સિવિલ લાઇન, ઇટાવા (ઉત્ત્।ર પ્રદેશ)સાથે પકડી, ધરપકડ કરી હતી.

પોતાની અપહરણ યુવાન દીકરીને શોધી કાઢતા, ઉત્ત્।ર પ્રદેશથી આવેલા સુંદરસિંગ યાદવના કુટુંબીજનો ભાવ વિભોર થયા હતા અને યુપી પોલીસની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા પોતાની દીકરીને શોધવામાં મદદ કરવા બદલ જૂનાગઢ પોલોસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

પકડાયેલ આરોપી હેમંત વાસુદેવભાઈ જાની ની પૂછપરછ કરતા, પોતે મોબાઈલ ફોન દ્વારા સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ઉત્ત્।ર પ્રદેશની યુવતી રીંકી યાદવ સાથે સંપર્કમાં આવ્યો હતો. સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ચેટિંગ કરતા, આરોપી હેમંત જાનીને રીંકી યાદવ સાથે પ્રેમ થઈ ગયેલ હતો. રીંકી યાદવ દ્વારા આરોપી હેમંત જાની ને પોતે તેના વિના રહી શકે તેમ નહીં હોવાનું જણાવી, પોતાના પ્રેમી હેમંત જાની ને મળવા, ઇટાવા ઉત્ત્।રપ્રદેશ ખાતેથી અમદાવાદ ગુજરાત આવવા નીકળી ગયેલ હતી.

હેમંત પણ રીંકીના સંપર્કમાં હોઈ, અમદાવાદ લેવા પહોંચી ગયો હતો અને અમદાવાદથી રીંકી યાદવને જૂનાગઢ પોતાના ઘરે લાવેલ હતો. આમ, ઇટાવા ઉત્ત્।ર પ્રદેશની યુવતી રીંકી યાદવ જૂનાગઢ પહોંચી હતી. જે અંગે માહિતી મળતા, યુપી પોલીસ જૂનાગઢ આવતા, જૂનાગઢ પોલીસની મદદથી આરોપી તથા ભોગ બનનાર યુવતી સુધી પહોંચી, હાલ યુપી પોલીસ બંનેને લઈને રવાના થયેલ છે.

આમ, સોશિયલ મીડિયા દ્વારા ઉત્ત્।ર પ્રદેશના ઇટાવાની યુવતી ગુજરાત રાજયના જૂનાગઢ ખાતેના યુવકના પ્રેમમાં પડેલી અને ત્યાથી કંઈપણ વિચાર કર્યા વિના પોતાના પ્રેમીને મળવા, પોતાનું ઘર છોડીને ગુજરાતના જૂનાગઢમાં આવીને પોતાના પ્રેમી સાથે રહેવા લાગેલાની ઘટના હાલના યુવાન યુવતી તથા તેના માતાપિતા કુટુંબના સભ્યો માટે લાલબત્ત્।ી સમાન કિસ્સો સાબિત થયેલ છે. જેથી, સાંપ્રત સમયમાં યુવાન યુવતી તથા તેના માતાપિતા કુટુંબીજનોએ સોશિયલ મીડિયાના ઉપયોગથી ચેતવાની જરૂર છે.

(1:03 pm IST)