Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વાંકાનેરમાં બે ટ્રક ડ્રાઈવરો વચ્ચે બધડાટી : એકે બીજાના માથામાં ટોમી મારી દઈને મોતને ઘાટ ઉતાર્યો : પોલીસ કાફલો ઘટનાસ્થળે

વાંકાનેર ::: વાંકાનેરમાં આજે બપોરે વ બે ટ્રક ડ્રાઈવરો વચ્ચે બધડાટી બોલી હતી એકે બીજાને માથામાં ટોમી મારી દઈને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

       પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર રોડ ઉપર આવેલ નૂર સોસાયટી નજીક  કોઈ કારણસર ટ્રક ડ્રાઇવર ૨ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન એક યુવક ટ્રક ડ્રાઈવરે બીજા ડ્રાઇવરના માથા ઉપર હથિયારના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી કોઈ નાસી છૂટતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

      આ બનાવની જાણ થતા વાંકાનેર શહેર પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી છે.

(4:37 pm IST)