Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સાવરકુંડલાઃ પીઠવડી ગામના ધારેશ્વર મંદિરે યજ્ઞ અને ધર્મસભાનું આયોજનઃ સાવરકુંડલાઃ પીઠવડીના મહાનં

તીર્થ ધામ ધારેશ્વર મહાદેવ મંદિર કે જે નિત્યાનંદ બાપુના ભજનથી પાવન થયેલ આશ્રમ છે તેવા પીઠવડી ધારેશ્વર મહાદેવ મંદિરમાં મોમાઈ ગ્રુપ ઝીંઝુડાના યજમાન પદે અને પ્રકાશ દાદા અને સંતોના સાનિધ્યમાં યજ્ઞનો અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું ધારેશ્વર મહાદેવ મંદિર પીઠવડીના અશોકપરીબાપુ, સુંદર ગીરી બાપુ (વિકળયા હનુમાનજી હનુમાનજી આશ્રમ), ઉદય ગીરીબાપુ (મેલડીમાં મંદિર અમરેલી) ગોપાલ ગીરી બાપુ (ગણેશ વર મહાદેવ આશ્રમ પીઠવડી) હરેશ ગિરીબાપુ (જોડિયા હનુમાન મેવાસા) તથા સમસ્ત સંત સમાજ દ્વારા દલસુખ પરી, અશોક પરીને સાદર વિધિ કરવામાં આવી જેમાં મંગળા ભગત ભુવાજી પીઠવડી, મસા ભગત ભુવાજી નાના ઝીંઝુડા, ગૌ સેવક મનોજ ભગત પીઠવડી, ઘનશ્યામભાઈ સુહાગીયા - સરપંચ, ભૌતિક સુહાગીયા - ઉપસરપંચ, રામકુભાઈ ખુમાણ, રાજુભાઈ - લાઠી, કાનભાઈ - વકીલ, વાઘજીભાઈ સુદાણી, ધીરુભાઈ નાકરાણી તથા સમસ્ત મોમાઈ ગ્રુપ અમરેલી લાઠી અને સમસ્ત પીઠવડીના ગ્રામજનોએ હાજરી આપી હતી. આ એજ આશ્રમ છે જયાં નિત્યાનંદ બાપુ જયારે પીઠવડી ગામે વસવાટ કરતા ત્યારે અહીં આશ્રમે નિત્ય સમાધિ લગાવતા હતા. આવા પવિત્ર સ્થાનનો મહિમા આવનારા સમયમાં દિન પ્રતિદિન વધતો રહે છે અને અહીં આસપાસના લોકો માટે એક પર્યટક સ્થળ અને આસ્થાનું કેન્દ્ર બની ચૂકયું છે.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(10:51 am IST)