Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હડમતિયામાં પૈસાની લેતી દેતી પ્રશ્ને કેશાભાઈ બેરાણી અને જયાબેન પર ત્રણ શખ્સોનો હુમલો

મંગળુ સોનારા, પુત્ર ભગીરથ સોનારા તથા એક અજાણ્યા સામે ગુનો

રાજકોટ, તા. ૨૩ :. વિંછીયાના હડમતીયા ગામમાં રહેતા પ્રૌઢના પુત્રના પૈસાની લેતી દેતી મામલે ત્રણ શખ્સોએ પ્રૌઢ સહિત પરિવારના ત્રણ સભ્યો પર ધારીયુ, કુહાડી અને છરીથી હુમલો કરતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ મોટા હડમતિયા ગામમાં રહેતા કેશાભાઈ તળશીભાઈ બેરાણી (ઉ.વ. ૫૭)ના પુત્ર હરસુખને ગામમાં જ રહેતા મંગળુ જગુભાઈ સોનારાએ પૈસા આપ્યા હતા. જે પૈસા હરસુખે ન આપતા મંગળુ સોનારા અને તેનો પુત્ર ભગીરથ સોનારા બન્ને કેશાભાઈના ઘરે મોટર સાયકલ લેવા જતા તેના સગા નાથાભાઈ અને જયાબેને મોટર સાયકલ લઈ જવાની ના પાડતા બન્ને શખ્સો ઉશ્કેરાઈ જઈ ગાળો આપતા હતા. દરમ્યાન કેશાભાઈ બેરાણી વાડીએથી આવતા તેને પણ મોટર સાયકલ લઈ જવાનુ કહેતા જેથી નાથાભાઈએ ના પાડતા બન્ને શખ્સો જતા રહ્યા હતા. બાદ કેશાભાઈ ઘરનો ડેલો બંધ કરવા જતા મંગળુ સોનારા, તેનો પુત્ર ભગીરથ સોનારા અને એક અજાણ્યો શખ્સ ત્રણેય ધારીયુ, પાઈપ અને કુહાડી તથા છરી લઈને આવી બોલાચાલી કરી ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને કેશાભાઈને પીઠના ભાગે તથા ડાબા હાથમાં તથા જયાબેનને પાઈપ વડે હુમલો કર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે કેશાભાઈ બેરાણીએ વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ આર.કે. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)