Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ભાવનગર શહેર અને ઘોઘામાં વરસાદના ઝાપટા

જિલ્લાના અન્ય તાલુકાઓમાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ વિરામ લીધો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે બપોર સુધી તડકો રહ્યા બાદ સાંજે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે જિલ્લાના ઘોઘામાં પણ બપોરે વરસાદનું ઝાપટુ વરસી ગયું હતું. ભાવનગર અને ઘોઘા સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં આજે સવારથી સાંજ સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો .

આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગર શહેરમાં 7 મી.મી. અને ઘોઘામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અન્યત્ર સાંજ સુધી વરસાદ નોંધાયો નથી.
આજે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન 33.2.ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા રહેવા પામ્યું હતું.

 

(6:35 pm IST)