Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ગોંડલ કેસરીયા રંગે રંગાયુઃ પાટીલનો રોડ-શો-બાઇક રેલી-સંમેલન

ગોંડલ ખાતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી. આર. પાટીલનો ભવ્‍ય રોડ-શો યોજાયો હતો. જેમાં ઠેર ઠેર તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે મુસ્‍લિમ સમાજ દ્વારા પણ તેઓનું ભવ્‍ય સન્‍માન કરાયુ હતું. સી. આર. પાટીલના રોડ-શોમાં  અરવિંદભાઇ રૈયાણી, સાંસદો મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડીયા, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા, રાજૂભાઇ ધ્રુવ, ભુપતભાઇ બોદર, પ્રશાંતભાઇ કોરાટ, મનસુખભાઇ ખાચરીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીરો :- સંદીપ બગથરીયા - ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:20 am IST)