Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સોનિયાજીના સમર્થનમાં કેન્‍દ્ર સરકારનો વિરોધ કરતા કચ્‍છ કોંગ્રેસનાં કાર્યકરોની ધરપકડઃ ધરણાં યોજી ઈડીના પૂતળાનુ દહન કર્યુ

કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર સોનીયાજીની સાથે છે આખરે સત્‍યનો વિજય થશે જેથી આવા પરિબળો સામે કોંગ્રેસનો કોઈપણ કાર્યકર ઝુકશે નહીં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: કેન્‍દ્રની ભાજપ સરકારે એરફોર્સમેન્‍ટ ડિરેક્‍ટર દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્‍યક્ષાસોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરાયેલા નેશનલ હેરાલ્‍ડ કેસમાં પુરાવા તથા હકીકતોના આધાર વિના રાજકીય કિનાખોરીથી અને અંગત રાગદ્વેષથી સમન્‍સ પાઠવી, સતત માનસિક ત્રાસ આપી, ઈડી જેવી એજન્‍સીઓનો ભાજપ દૂરૂપયોગ કરી રહી છે અને પ્રમાણિક વ્‍યક્‍તિઓને બદનામ કરવાનાં ષડયંત્ર કરી રહી છે જેના વિરુદ્ધમાં સોનિયાજીના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશથી જિલ્લાવ્‍યાપી ધરણાપ્રદર્શનમાં કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાના નેતૃત્‍વમાં જયુબીલી સર્કલ ભુજ ખાતે ધરણા તથા ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકારની આખરી ઝાટકણી કાઢતાંᅠ જણાવ્‍યું હતું કે કચ્‍છ જિલ્લામાં અને સમગ્ર દેશમાં અદાણી અને અંબાણી દેશને લૂંટી રહ્યા છે કરોડોનું ડ્રગ્‍સ પકડાઈ રહ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આવી સંવેદનશીલ બાબતોમાં ઇડી ક્‍યારે પણ તપાસ કરતી નથી પરંતુ નખશિખ પ્રમાણીક એવા સોનિયાજીને કોઈપણ આધાર પુરાવા વગર સતત પરેશાન કરવામાં આવી રહેલછે આ બાબત ખૂબજ નિંદનીય છે પોલીસ ઘર્ષણમાં કોંગ્રેસના કાર્યકરો ઘવાયા હતા પોલીસે મોટી સંખ્‍યામાં કાર્યકરોની ધરપકડ કરી હતી. આ વિરોધ કાર્યક્રમ દરમ્‍યાન કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા જિલ્લાના આગેવાનો અરજણભાઇ ભૂડીયા, રસીદભાઈ સમા, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા,ડો.રમેશ ગરવા, રાજેશભાઈ આહીર, દશરથસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, કલ્‍પનાબેન જોશી, ગનીભાઈ કુંભાર, કાસમ સમા, પ્રેમસંગજી સોઢા, રસિકબા જાડેજા, અંજલી ગોર,આઈશુબેન સમા, મહેબૂબ પખેરીયા, હમિદ સમા, હાસમ સમા, મુસ્‍તાકભાઈ હિંગોરજા, ઘનશ્‍યામસિંહ ભાટી,ભરતભાઈ સોલંકી, લાખાજી સોઢા, આત્‍મારામભાઈ સુંઢા વેરશીભાઈ મહેશ્વરી, મુકેશભાઈ ગોર, અમિશભાઈ મહેતા, એચ.એસ.આહીર, અકીલ મેમણ, રાજુ સાઈ, સિરાજ મલેક, શક્‍તિસિંહ ચૌહાણ, લખમસિંહ ચાવડા, વિગેરે આગેવાનોએ ધરપકડ વહોરી હતી.

(9:58 am IST)