Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કયા કારણોસર મોત નીપજ્‍યું ? પીએમ થશે

લીંબડીના પ્રાથમિક શિક્ષકની લાશ મળી

વઢવાણ, તા.૨૩: લીંબડી પ્રાથમિક શાળા નં. ૧માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રામકળષ્‍ણમિશન પાછળ રહેતા રાજેશકુમાર વાલજીભાઈ પટેલ ગુરુવારે રાત્રે અંદાજે ૧૨થી ૨ના સમય ગાળામાં ધીરેથી ગુમ થઇ ગયા હતાં. તે અંગેની જાણ થતાં પરિવારના સભ્‍યોએ વોટસપ મીડિયાના ગળપ દ્વારા તેમનો ફોટો વાઈરલ કર્યો હતો અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન લીંબડી રાજકોટ તરફ જતા સાત કિલોમીટર દૂર આવેલા છાલીયા તળાવમાંથી સાંજના રાજેશકુમારની ડેડ બોડી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આ બાબતની જાણ થતાં પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે લીંબડી સરકારી હોસ્‍પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવનું કારણ હજી અકબંધ છે. આ શિક્ષકની હત્‍યા થઇ છે કે આત્‍મહત્‍યા તે અંગે અનેક ચર્ચાઓ ઉઠી છે. જો કે પીએમ રિપોર્ટ આવ્‍યાં બાદ હકીકતનો પર્દાફાશ થશે.

(10:55 am IST)