Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ગોંડલમાં ટ્રસ્‍ટની હોસ્‍પિટલ સહિત ૨૫ જેટલી હોસ્‍પિટલના તબીબો હડતાલમાં જોડાયાઃ પ્રાંત અધિકારીને આવેદન પત્ર

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૩: ઇન્‍ડીયન મેડિકલ એસો.ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્‍ય સરકાર ના એકપક્ષીય નિર્દેશ સામે વિરોધ દર્શાવવા તથા તબીબી વ્‍યાયસીકોના પ્રશ્નોનોને વાચા આપવા ખાનગી હોસ્‍પિટલોના અપાયેલા બંધના એલાનને સમર્થન આપી ગોંડલની પચ્‍ચીસ જેટલી હોસ્‍પિટલો બંધમા જોડાઇ હતી.ટ્રસ્‍ટ સંચાલીત હોસ્‍પિટલો પણ બંધ રહી હોય બીમાર લોકો ને સરકારી હોસ્‍પિટલે સારવાર લેવા ની ફરજ પડી હતી.બીજી બાજુ ઈમરજન્‍સી સારવાર મેળવવી મુશ્‍કેલ બનતા દર્દીઓ પરેશાન બન્‍યા હતા.

 ગોંડલ ઇન્‍ડિયન મેડિકલ એસોસિયશનના પ્રમુખ ડો. દીપક વાડોદરિયા, ડો. ફાલ્‍ગુન ગોંડલીયા, ડો. પિયુષ સુખવાલા, ડો. દીપક લંગાલીયા અને ડો. રાદડિયા સહિતના તબીબોએ જણાવ્‍યું હતું કે સરકારે ફાયર એનઓસી સહિતના જારી કરાયેલા નિયમોને તદ્દન બિન વ્‍યવહાર રૂપ છે સરકાર દ્વારા બહાર પાડેલા ફાયર એનઓસી અને ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર આઇ.સી.યુ જેવા નિયમોને તદ્દન બિનવ્‍યવહાર રૂપ ગણાવી ગુજરાત ભરની તમામ ખાનગી હોસ્‍પિટલના તબીબો હડતાળ પર છે. મેડિકલ એશો.દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવાયો હતો

બંધ ને લઈ ને ૨૫ જેટલી હોસ્‍પિટલ માં ઇમરજન્‍સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવી હતી. ઇમરજન્‍સીમાં દર્દીઓએ ખાનગી હોસ્‍પિટલોમાં જવાની જગ્‍યાએ અથવા અન્‍ય સરકારી હોસ્‍પિટલોમાં સારવાર લેવા માટે જવું પડ્‍યું હતું, જે દર્દીઓ હોસ્‍પિટલમાં દાખલ છે અને તેમની રેગ્‍યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રખાઇ હતી.પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્‍ય સારવાર બંધ રાખવામાં આવી હતી. ડોક્‍ટરો દ્વારા  હડતાલના કારણે ઘણા ઓપરેશનો રદ કરવા પડ્‍યા હતા.

(10:56 am IST)