Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કોડીનાર-૧, નવાગામમાં પોણો ઇંચઃ ફરી વરસાદના મંડાણથી ખુશી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જુદા-જુદા વિસ્‍તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્‍યા

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં  ફરી વરસાદે મંડાણ કરતા લોકોમાં ખુશી છવાઇ ગઇ છે.  ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં ૧ ઇંચ તથા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જુદા-જુદા વિસ્‍તારોમાં ઝાપટા વરસ્‍યા છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ કોડીનારમાં આજે વધુ એક ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ ૩૬ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે શીંગોડા ડેમ સાઇડ ઉપર અડધો ઇંચ વરસાદ સાથે કુલ ૩૧ ઇંચ વરસાદ શિંગોડા ડેમમાં પાણીની આવકનાં કારણે એક દરવાજો એક ફુટ ખુલ્લો રાખવામાં આવેલ છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩ર મહતમ ર૬ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૮ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં કાલાવડના નવાગામે ર૦ મી.મી. જામજોધપુરના વાંસજાળીયા ગામે ૦પ મી.મી. વરસાદ નોંધાયો છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘાએ આળસ મરડીને મંડાણ કરતા ખુશી વ્‍યાપી ગઇ છે.

સવારે પુરા થયેલા ર૪ કલાક દરમ્‍યાન જિલ્લામાં માત્ર ૧ર મી. મી. વરસાદ થયો હતો. અને સાથે સીઝનનો કુલ વરસાદ ૭૦.૬૯ ટકા થયો હતો.

સવારની સ્‍થિતિએ જિલ્લામાં મોસમનો સૌથી વધુ ૯પ.૮૬ ટકા વરસાદ માણાવદર તાલુકામાં અને સૌથી ઓછો પ૪ ટકા વરસાદ કેશોદ વિસ્‍તારમાં થયો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્‍યમાં સીઝનનો કુલ વરસાદ ર૭ ઇંચ એટલે કે ૬૬.૩૩ ટકા થયેલ છે. દરમ્‍યાન આજે સવારથી જુનાગઢ ઉપરાંત ગીરનાર અને દાતાર પર્વત તેમજ તેનાં જંગલ વિસ્‍તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જુનાગઢની સાથે સવારથી કેશોદ, ભેસાણ, માણાવદર, માળીયા હાટીના વિસ્‍તારમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે. સવારના ૬ થી ૧૦ સુધીના ચાર કલાકમાં કેશોદમાં ૧ર મીમી, જુનાગઢ ૮ મી.મી., ભેંસાણમાં ૩ મી.મી., મેંદરડામાં પણ ત્રણ મી.મી., માંગરોળ-૪ મી. મી., માણાવદરમાં બે મી. મી., માળીયામાં ૭ અને વંથલીમાં ૬ મી. મી. વરસાદ નોંધાયો હતો.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અને વાદળછાયુ  વાતાવરણ યથાવત છે.

(11:27 am IST)