Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

જામનગરમાં ચોરાઉ વાયર સળગાવી ત્રાંબુ કાઢનારા બે દેવીપુજક ઝડપાયાઃ ચોરી કરનાર બે મહિલાઓ ફરાર

જામનગર, તા., ૨૩: ત્રણ દિવસ પહેલા ગેલેકસી ટોકીઝના કમ્‍પાઉન્‍ડમાં બની રહેલ સ્‍ટાર ગેલેકસી બીલ્‍ડીંગના ગોડાઉનમાં પડેલ ઇલેકટ્રીક વાયરોના બંડલોની ચોરી થયેલ તે બંડલો અમુક ઇસમો નદીના પટમાં સળગાવી ઓગાળે છે જે હકિકત આધારે રેઇડ કરી (૧) રોહીત રવજીભાઇ સોલંકી દાતણીયા દેવીપુજક ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. ટાઉનહોલ સર્કલ પાસે ફુટપાથમાં મુળ શાપર-વેરાવળ શીતળા મંદિર હાઇવે રોડ જી. રાજકોટ તથા નં. (ર) અજય મુકેશ પરમાર દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી રહે. ટાઉન હોલ સર્કલ પાસે ફુટપાથ પર મુળ વરૂડી પાટીયા પાણીના ટાંકા પાસે તા. કાલાવાડ વાળાને ઇલેકટ્રીક વાયરના બંડલો સળગાવી તેમાંથી નીકળેલ તાંબાના વાયરના ગુચડા (બંડલ) નંગ ૫૦ કી. રૂા.૧,૬પ,૦૦૦ સાથે પકડી પાડેલ છે.

મજકુરોની પુછપરછ કરતા (૧) સંગીતા ઉર્ફે ભુરી ડો.ઓ. રાજુ નામદેવ કોષ્‍ટી રહે. ટાઉનહોલ સર્કલ પાસે ફુટપાથ પર જામનગર તથા (ર) શારદા વા.ઓ. મુકેશ પરમાર રહે. ગુલાબનગર અલીશાપીરની દરગાહ પાછળ, જામનગર વાળાઓ સાથે મળી જામનગર પીડબલ્‍યુડીની ઓફીસ પાસે આવેલ સ્‍ટાર ગેલેક્ષી બીલ્‍ડીંગની દુકાન (ગોડાઉન)માંથી ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ પ૦ની ચોરી કરેલ હોય અને આ બંડલો સળગાવી તેમાંથી તાંબાના વાયર કાઢતા હોવાનું જણાવતા આ અંગે સીટી બી ડીવી. પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૨૧૦૨૦/૨૦૨૨ આઇ.પી.સી. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ હોય ધરપકડ કરવા તજવીજ કરેલ છે. જયારે બંન્નેસ્ત્રીઓને શોધખોળ હાથ ધરેલ છે.

આ કામગીરી પો.ઇન્‍સ. કે.જે.ભોયે તથા પો.સબ ઇન્‍સ. સી.એમ.કાંટલીયા તથા એએસઆઇ હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)