Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ખંભાળીયામાં ભાજપ દ્વારા સી.આર. પાટીલના કાર્યકાળના બે વર્ષ ઉજવાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૨૩ : રાજ્‍યમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલના પ્રમુખ પદને બે વર્ષ થતા તેની ઉજવણીના ભાગરૂપે દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સ્‍લમ વિસ્‍તારો તથા આંગણવાડીના બાળકોને મીઠાઇ તથા નાસ્‍તો આપવા આયોજન કરવામાં આવ્‍યું હતું.

ખંભાળીયા શહેરમાં તાલુકા પંચાયત પાસે, નવાપરી, ઘી ડેમ વિસ્‍તાર,હાપીવાડી વિસ્‍તાર તથા ચાર રસ્‍તા, રામનગર, કણઝાર હોટલ પાસેના વિસ્‍તારોના સ્‍લમ વિસ્‍તારોમાં બાળકોને મીઠાઇ તથા નાસ્‍તાનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ભાજપ મહીલા સેવાના જિલ્લા પ્રમુખ કુંદનબેન આટંતડીયા, પાલિકા  પ્રમુખ ભાવનાબેન ખખ્‍ખર, જિલ્લા ઉપપ્રમુખ ફાલ્‍ગુનીબેન વ્‍યાસ, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શહેર મહીલા  પ્રમુખ મીતાબેન લાલ, શહેર મહામંત્રીઓ ઇન્‍દ્રજીતસિંહ પરમાર, પિયુષ કણઝારીયા, ભવ્‍ય ગોકાણી, રેખાબેન ખંતિયા, નીમીષાબેન નકુમ, ઇલાબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

(1:28 pm IST)