Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

હાલારમાં ૧૩૩ બોટલ ઇંગ્‍લીશ દારૂ સાથે ૩ શખ્‍સો પકડાયા

જામનગર તા. ર૩ :..  શહરમાં દિગ્‍જામ સર્કલ પુલ નીચેથી (૧) યોગેશભાઇ ઉર્ફે ટકો હરીશભાઇ ભરડવા રહે. નવાગામ ઘેડ મધુવન સોસાયટી (ર) અજયકુમાર ઉર્ફે છોટુ નરેન્‍દ્રકુમાર બાલીયા રહે. નવાગામ  ઘેડ જાસોલીયા સોસાયટીના કબ્‍જાની કારમાંથી ઇગ્‍લીશ દારૂ બોટલ નંગ ૪૦ કિ. રૂા. ૪૦૦૦ તથા કાર મોબાઇલ ફોન મળી કુલ ૧,ર૬,૪૦૦ નો મુદામાલ મળી આવતા  દારૂ સપ્‍લાય કરનાર ભીમશીભાઇ ગોજીયા રહે. ગોકુલનગર, જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

દરમ્‍યાન એલ. સી. બી. સ્‍ટાફના રાકેશભાઇ ચૌહાણ, અશોકભાઇ સોલંકી તથા ધાનાભાઇ મોરીને મળેલ હકિકત આધારે લાલપુર તાલુકાના સીંગય ગામે નવી સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ બાલુભા વાઢેરના રહેણાંક મકાનમાંથી ઇગ્‍લીશ દારૂ બોટલ નંગ-૩ર કિ. રૂા. ૧ર,૮૦૦ ની મળી આવતા કબ્‍જે કરી દારૂ સપ્‍લાય કરનાર યોગેશભાઇ હરીશભાઇ ભરડવા રહે. નવાગામ ઘેડ, મધુવન સોસાયટી, જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇ. કે. કે. ગોહીલની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, તથા એલ. સી. બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ  પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ  ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

નવાગામ ઘેડ, ઇન્‍દીરા સોસાયટી શેરી નં. ૧૦-એ માં રહેતા વિશાલ ઉર્ફે ભવાન હિતેશભાઇ સોલંકી ખવાસ એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે જે હકિકત આધારે રેઇડ કરતા મકાનમાં મજકૂર ઇસમ હાજર મળી આવેલ નહી અને મકાનની ઝડતી તપાસ કરતા મકાનમાંથી મજકુર ઇસમ હાજર મળી આવેલ નહી અને મકાનની ઝડતી તપાસ કરતા મકાનમાંથી દારૂની બોટલો નંગ ૭૦ કિ. રૂા. ૩પ,૦૦૦ ના મુદામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. કે. જે. ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો. સબ. ઇન્‍સ. સી. એમ. કાટેલીયા તથા એ.એસ.આઇ.  હિતેશભાઇ એમ. ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કો. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:31 pm IST)