Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસો નોંધાયા

તમામને નીરીક્ષણમાં મુકાયાA

ખંભાળીયા તા. ર૩ :.. દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ અવિરત ચાલુ રહ્યા છે. બે દિવસ પહેલા ર૩ કેસ એક દિવસમાં નોંધાયા પછી પાંચ કેસ નોંધાયા હતા જે પછી ગઇકાલે વધુ ૧૧ કેસો નોંધાયા છે.

ભાણવડમાં નવા કેસ ત્રણ, દ્વારકામાં ૬ તથા ખંભાળીયમાં બે કેસ નોંધાયા છે.

દ્વારકામાં રેતવા પાડો, બસ સ્‍ટેશન પાસે, મીઠાપુર શહેરમાં તથા ભાણવડ શહેર તથા દીવકી સોસાયટીમાં તથા એક ખંભાળીયા શહેરમાં તથા એક સલાયામાં નોંધાયો હતો.

કુલ ૬ર૬ ના ટેસ્‍ટીંગ થયા હતા જેમાં ૧૧ કેસ પોઝીટીવ નીકળતા આ તમામને નિરીક્ષણ હેઠળ રાખીને તેમની સારવાર શરૂ કરાઇ છે તથા તેમના સંપર્કમાં આવેલાઓનું ટેસ્‍ટીંગ પણ હાથ ધરાયું છે. 

(1:32 pm IST)