Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પોરબંદર નગરપાલીકાનો સોમવારે ૧૩૬મો સ્થાપના દિન

ઇ.સ. ૧૮૮૬માં અંગ્રેજના પ્રથમ એડમીનીસ્ટ્રેટર તરીકે કર્નલ લેલી આવ્યાઃ કબા ગાંધીના ભાઇ ચકન (તુલસીદાસ) ગાંધીએ કારોભાર એડમીનીસ્ટ્રેટરને સોપ્યો હતોઃ લેલીના સમયમાં સ્ટેટ ગેઝેટ શરૃ થયુ અને ૧૮૮૭માં તેના પ્રથમ વોલ્યુમમાં પોરબંદર મ્યુનીસીપાલીટીનું બંધારણ આપવામાં આવ્યું

પોરબંદર, તા., ૨૩ : ગુજરાતની જુનામાં જુની પ્રથમ ગણાતી  નગરપાલીકા રપમી જુલાઇના રોજ એકસો પાંત્રીસ વરસ પુર્ણ કરી એકસો છત્રીસમાં વરસમાં મંગલ પ્રવેશ કરી તેમનો સ્થાપના દિન ઉજવી રહેલ  છે.

વર્તમાન પોરબંદર નગર પાલીકાની સાથે છાંયા નગર પાલીકા ભળી જતા પોરબંદર-છાંયા સંયુકત નગર પાલીકા તરીકે ઓળખાય છે. કાર્યરત છે. જયારે તા. રપ મી જુલાઇ ૧૮૮૭ના કાર્યરત યાને તેનું અસ્તીત્વ આવ્યું  ત્યારે માણેક ચોક મધ્યે શહેરની વચમાં પુર્વ તાક ઉપર નગર પાલીકાની કચેરી શરૃ થઇ ત્યાર બાદ લગભગ ચાર દાયકા કરતા વધુ કે તે આસપાસના સમયમાં શીતલા ચોક કસ્તુરબા ગાંધી રોડ યાને મોરીસન રોડ દરબારગઢ, પોલીસ સ્ટેશન સામે આવેલ રસાલા બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં અને નવુ બાંધકામ કરી તમામ શાળાઓની કચેરી કર્મી સમાવેશ જનરલ સભાખંડ કાર્યરત કરેલ.

વિશ્વભરના નકશામાં પરમ પુજય રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મભુમી તરીકે જે નગરીને અજર-અમર સ્થાન પ્રાપ્ત થયું છે. તે પોરબંદર શહેરનો ઉલલેખ દશમા સૈકાના એક દાન પત્રમાં પૌરવેલ કુલ તરીકે થયેલો છે. સ્કંદપુરાણમાં સુદામાપુરી અને અસ્માવતી કેદારેશ્વર તથા કેદારકુંડનો ઉલ્લેખ જોવા મળે છે. છેક મહાભારતના સમયથી પોરબંદર એક ઐતિહાસીક બંદર તરીકે જાણીતું છે. અસ્માવતી ઘાટ પર આ બંદર આવેલું છે. તેવો ઉલ્લેખ મહાભારત કાળમાં સાહિત્યમં જોવા મળે છે. એક જમાનામાં આ બંદર મુઘલ (મોગલ) સતા સર્વોપરી હતી. છેવટે રાણા સરતાજીએ પોતાની મહાસતા  તેના પર સ્થાપી દીધી અને સવંત ૧૭ર૭ થી ૧૭પપ દરમ્યાન તેને મજબુેત બનાવી. ત્યાર બાદ તેના વંશજો આ શહેર પર આધિપત્ય ભોગવતા રહયા છે. વિ.સં. ૧૭૧પ નું રાણા સરતાનજીએ પોરબંદરનો કિલ્લો બાંધેલો (મામા કોઠાની જગ્યાએ આ કિલ્લાનો અવશેષ છે.)

રાણા સરતાજી જેઠવા રાજવંશના હતા. હરીશ ટોકીઝ પાસેનું તેમનું ગ્રીષ્મધર અત્યારે પણ સરતાનજીના ચોર તરીકે પુરાતત્વ સ્મારક તરીકે જોવા મળે છે. ઘુમલીના જેઠવા રાણા રામદેવજીનો સંઉ ૧૬૩૦માં નવાનગર ખાતે ઘાત થયો તે પછી કુંવર ભાણજીને વખતની રાજધાની રાણપુરથી ભાગ્યા અને પોરબંદરની બહાર હાલના કમલા નહેરૃ પાર્કના સ્થાને ત્રવડામાં આવીને વસ્યા ત્યારથી પોરબંદરમાં જેઠવા રાજવંશ ચાલતો આવ્યો છે.

નગરપાલીકાનો ઉદ્ભવઃ સવંત ૧૮૬૩માં વોક્કર સેટલમેન્ટ થયું અને પોરબંદરના રાજા ઇસ્ટ ઇન્ડીયા કંપની, બ્રિટનના ખંડીયા રાજા બન્યા.

ઇ.સ. ૧૮૮૬માં અંગ્રેજ પ્રથમ એડમીનીસ્ટ્રેટર તરીકે કર્નલ લેલી  આવ્યા. કબા ગાંધીના ભાઇ ચકન (તુલસીદાસ) ગાંધીએ કારભચારૃ એડમીનીસ્ટ્રેટરને સોંપ્યું હતું. આ લેલી સાહેબના સમયમાં જ સ્ટેટ ગેઝેટ શરૃ થયુ અને ઇ.સ.૧૮૮૭માં તેના પ્રથમ વોલ્યુમમાં પોરબંદર મ્યુનીસીપાલીટીનું બંધારણ આપવામાં આવ્યું. આ જ વર્ષમાં જુના પોરબંદર રાજય હુકમ નં ૯૯ તારીખ  રપ મી જુલાઇ ૧૮૮૭ થી પોરબંદર મ્યુનિસીપાલીટી અસ્તિત્વમાં આવી. આ નગરપાલીકામાં રાજય નિયુકત ૧૪ સભ્યોની સંખ્યા હતી. શહેરની સ્વચ્છતા, રસ્તાઓ અને આરોગ્યને લગતી સેવાઓ આ નગર પાલીકા આપતી હતી.

ઇ.સ.૧૯૧૬માં નવુ (મ્યુનિસીપાલીટી) બંધારણ અમલમાં આવ્યું. તે અન્વયે રાજય તરફથી નીચે મુજબ સભ્યો નિયુકત કરવામાં આવતા હતા. (૧) પ્રમુખ સરન્યાયાધીશ (વર્તમાન ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ યાને જીલ્લા ન્યાયાધીશ) (ર) ઉપપ્રમુખઃ ચીફ એન્જીનીયર (૩) હોદાની રૃએ પાંચ સભ્યો ચીફ એકાઉન્ટસ ઓફીસર, પોર્ટ એન્ડ ચીફ કસ્ટમ્સ ઓફીસર રેવન્યુ ઓફીસર અને ચીફ એજયુકેશનલ ઓફીસર.

ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાોદ થયું. રાજયોનું વિલીનીકરણ થયું. સૌરાષ્ટ્રનું એકમ થતા રપ સભ્યોની સંખ્યા મુકર થઇ બોમ્બે (મુંબઇ) ડીસ્ટ્રીકટ મ્યુનિ. એકટ ૧૯૦૧ અપનાવવામાં આવ્યો. પોરબંદર શહેર સુધરાઇનું પ્રથમ પ્રજાકીય બોર્ડ તા. ૩૦-૯-૧૯૪૯ થી અસ્તિત્વમાં આવ્યું. પી.ડી. કક્કડ આઝાદી બાદના પ્રથમ મ્યુનિસીપાલીટીના પ્રમુખ બન્યા. તેના સમયમાં અઠવાડીયામાં બે વખત મેનેજીંગ કમીટી મળતી હતી. તે સિવાય સેનીટેશન, બાંધકામ, હાઉસ ટેકસ, બસ, બાયલોઝ જેવી કમીટીઓ પણ હતી. રોજ બેરોજનો વહીવટ સેક્રેટરીએચીફ ઓફીસર દ્વારા ચાલતો પી.ડી. કક્કડે સતત આઠ વર્ષ સુધી પ્રમુખ તરીકેની પોરબંદર નગર પાલીકાની જવાબદારી રીતે નિભાવી.

પોરબંદર અને જીલ્લાના નાગરીકો સંસ્થાકીય હોદેદારો સભ્યશ્રીઓની તેમજ પુર્વ નગર સેવકો વર્તમાન નગર સેકોની જાણકારી માટે સતત બિન વિવાદસ્પદ નગર પાલીકાની પ્રમુખશ્રી તરીકે તટસ્થ કાર્યદક્ષ રીતે નિભાવનાર પી.ડી. કક્કડ પોપટલાલ ડાયભાઇ કક્કડ પુર્વ વર્તમાન તેઓ પોરબંદર રાજય  જીલ્લા તાલુકાના માધવપુર ઘેડના વતની દેશી રજવાડાના શાસન દરમ્યાન પોરબંદર રાજયમાં પોરબંદર નવીબંદર સંયકુત કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપેલ ત્યાર બાદ નગર પાલીકા પ્રમુખ સૌરાષ્ટ્ર રાજયની વિધાનસભાના સભ્ય પણ રહી ચુકેલ છે અને નિવૃતી લીધા બાદ પોરબંદરના વકીલાત વ્યવસાય શરૃ કરેલ તેઓ ડી.પી.દાવડા અને પી.એસ.દાવડાની ઓફીસમાં જ સાથે રહી પોરબંદર કોર્ટમાં પ્રેકટીસ કરતા શ્રી ક્કકડની ઓળખ હતી.

ભારતમાં આઝાદીનો સુર્યોદય તા.૧પ મી ઓગષ્ટ ૧૯૪૭ થયો ત્યાર બાદ પોરબંદર નગર પાલીકાએ પણ અનેક લોકોપયોગી કાર્યોની શરૃઆત કરી. તે પણ આઝાદી પ્રાપ્ત કર્યા બાદ નગર પાલીકાના પ્રમુખ સ્વ. પી.ડી.ક્કકડના નેતૃત્વમાં શરૃઆત કરી આવા મહત્વના કેટલાક કાર્યોનો અત્રે ઉલ્લેખ કરેલો છે. ફાનસની જગ્યાએ સ્ટ્રીટ લાઇટની શરૃઆત (અમુક રાજયના શાસનમાં પણ થયેલ) થઇ મરકયુરી, પેપર, લેમ્પ ટયુબ મુખ્ય રસ્તાઓ પર મુકાયા. ર૦ માઇલના સીમેન્ટ કોંક્રીટના પાકા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા.

૧ થી ૩ માઇલના એરીયામાં આવેલ આઠ કુવા દ્વારા પાણી પુરૃ પડાતુ હતુ. જરૃરીયાત વધતા બે લાખ ગેલનની કેપેસીટીનો કોઠો બનાવવામાં આવયો. ૧૭ માઇલ દુર ખંભાળા વોટર સપ્લાય સ્કીમ શરૃ થઇ પાણી યોજના માટેની રપ લાખની લોન શહેરીજનો દ્વારા જ ભરપાઇ થઇ. ડ્રેનેજ સીસ્ટમમાં ફેરફારો થયા ભોંખાળનું સ્થાન તથા એકર ગ્રાઉન્ડ ગટરે લીધુ. સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો. હરવા ફરવા માટેના ભાવસિંહજી બાગમાં મનોરંજન માટે રેડીયો સુવિધા ફિલ્મીગીતો ભજનો લોકગીત દુહા છંદ રેકોડીંગ વ્યવસ્થા કરવામાં આવી રૃપાળીબા તળાવ બુરી દઇને ત્યાં સ્ત્રી અને બાળકો માટે બગીચો બનાવ્યો.પોરબંદર

ઇ.સ. ૧૯૪૦ માં ખાનગી ગૃહસ્થો તરફથી સીટી બસ સર્વિસ શરૃ થઇ તા.૧-૬-૧૯પ૦ થી બસ બસ સર્વિસની શરૃઆત નગર પાલીકાએ કરી શરૃઆતમાં જ દોઢ લાખના ખર્ચે ૭ નવી તાના મર્સીડીઝ બસની ખરીદી કરેલ. તા.૧-૧-૧૯પ૦ થી ઓકટ્રોય વસુલ કરવાનો નગર પાલીકાને અધિકાર મળ્યો છે. ઓકટ્રોય નાકા ઉભા કરવામાં આવ્યા. રેલ્વે સ્ટેશન બંદર ઝવેરી બાગ, જયુબેલી, ઓડદર અને છાયા. ઇ.સ. ૧૯પ૦ થી ધી બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબનશમેન્ટ એકટ ૧૯૩૯ નો લાગુ કરવામાં આવ્યો. તેની તમામ અમલવારી નગર પાલીકાને સોંપવામાં આવી. ખંભાળા તળાવનું સ્વચ્છ પાણી શહેરીજનોને મળે તે હેતુથી જાવતંત્રી ગાળા પાસે ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો. આ પ્લાન્ટથી પોરબંદર શહેરમાં ગ્રેવીટીથી પાણી લાવી શકાય છે. મચ્છરોનો ત્રાસ નાબુદ કરવા માટે રણથી ખાડી સુધીની ૧ાા કિલોમીટરની ઓપન ગટ્ટરને ઢાંકી દેવામાં આવી. તારીખ ૧૪ મી નવેમ્બર ૧૯પ૪ ના નહેરૃ જન્મદિન પ્રસંગે કમલા નહેરૃ પાક (મુળ ત્રવડા બાગ) ખુલ્લો મુકવામાં આવ્યો. તેમાં સુંદર ફુલઝા, બોન્સ, બેઠકો, બાળકો માટે હીંચકા નળ અને લાઇટની સુવિધા છે. અત્યારે પણ આ બાગ શહેરનું ફરવાનું આદર્શ સ્થળ છે.

શહેરની મધ્યમાં ૬૦ વર્ષ જુની શાક માર્કેટ હતી. તેની જગ્યાએ અદ્યતન, વેજીટેબલ એન્ડ ગ્રેઇન મારકેટ અને ૧૯પ૩ માં રૃા. ર,રર,૦૦૦ ના ખર્ચે બાંધવામાં આવી ભૂર્ગભ ગટર યોજના અમલમાં મૂકાઇ સરકારશ્રી હસ્તકનું આ કામ હજુ અધુરૃં છે. તેમાં એકાદ કરોડ રૃપિયાનું મૂડી રોકાણ થયેલું છે.

પોરબંદર શહેરની સુંદરતા તેના વિશાળ રાજમાર્ગો એલાઇટનમેન્ટ અને પ્લાનીંગને આભારી છે. આ સુંદરતા જળવાઇ રહે તે માટે નગરપાલિકાએ પાણી સફાઇ સહિત કાર્યોનો ફરજો તરીકે સ્વીકાર કરેલો છે.

સને ૧૯૬૧ માં સીટી સર્વેની કામગીરી થઇ. માસ્ટર પ્લાન, તૈયાર થયો. માતા અને બાલ કલ્યાણ કેન્દ્રની શરૃઆત થઇ અને ૧૯પ૪ નો ધી પ્રવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશનનો કાયદો લાગુ કરી ઇ. સ. ૧૯૬૩ થી ફુડ ઇન્સ્પેકટરની નિમણુંક કરવામાં આવી.

અમરગઢ (જીંથરી) અને કેશોદ ક્ષય હોસ્પિટલમાં નગરપાલીકાએ પોતાની પથારીઓ દાન આપીને રિઝર્વ કરાવી. પોરબંદરના ગરીબ દર્દીઓને નગરપાલીકા તરફથી ક્ષય નિવારણની આ સહાય આજ પર્યત મળતી રહી છે. અને મળતી રહેશે.

જુન ૧૯૭૪ થી લો-કોલેજ શરૃ થઇ હતી. આલ સ્વામી નારાયણ ગુરૃકુળને સોંપી આપેલ છે. નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત ઘેડીયા, રાજપરા સ્કુલ માટે શહેરની મધ્યેની રૃપાળીબા બાગની કિંમતી જમીન મફત આપી. સને ૧૯૮૭ માં જે તે સમયના કાર્યરત પ્રમુખ લાલજીભાઇ પાંજરી અને સર્વે સભ્યોએ પ્રાથમિક શાળા માટે શ્રી ઘેડીયા સ્કુલને વધારાની ૧૬૦૦ ચોરસ વાર જગ્યા રૃપાળીબા બાગની આપી.

પોણા બે લાખના ખર્ચે લાલબહાદુર શાસ્ત્રી સર્કલ ફુવારો બનાવ્યો. ટાઉન હોલમાં બાલુબા કન્યા વિદ્યાલયને ર૦૦૦ ચોરસ વાર જમીન દાનમાં આપી. ઉપરાંત બાંધકામ માટે પ૦,૦૦૦ નું દાન આપ્યું. લાયન્સ દવાખાનામાં વાર્ડસ બાંધવા રૃપિયા ૧,૦૦,૦૦૦ નું દાન આપ્યું.

સને ૧૯૭પ ના અભૂપર્વ વાવાઝોડાના પ્રસંગે તથા સને ૧૯૮૩ ના અભૂતપૂર્વ પુર પ્રલયના પ્રસંગે પોરબંદરને હેમખેમ બહાર કાઢી જનજીવન પુનઃ સ્થાપિત કરવા માટે સેવા આપી છે. તે પોરબંદરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે. આ શહેર આજે પણ દુર્ઘટનાઓ પહેલાં જેટલું સ્વચ્છ હતું. તેટલું જ આજે રહી શકયું છે.

વર્તમાન સ્થિતિ આ શહેર પોરબંદર દુર્ગંધ-ગંદકી નગર બની ગયેલ. પાણી જન્ય રોગચાળાના જીવાણું ઉભરાય છે. સ્વચ્છતાને શોધવા નીકળવું પડે તેમ છે.

સ્વ. મહારાણા નટવરસિંહજી એકવેરિયમ અને રમકડા ઘર શહેરીજનોના સાંસ્કૃતિક મનોરંજન અર્થે બાંધીને આપણે કર્યુ સને ૧૯૮૩ માં રૃા. ૪,૬૦,૦૦૦ ના ખર્ચે પોરબંદરના નીડર અને વિચક્ષણ રાજપુરૃષ (પાલીકા-પ્રમુખ-વિધાનસભા સભ્ય) સ્વ. વશનજી ખેરાજ ઠકરાર મેમોરીટલ સ્કુલ ઉભી કરી હતી.

પોરબંદરના એક નાગરીક શ્રી ખેરાજભાઇ લાદીવાળાનું તા. ૧૧-પ-૧૯૮૭ ના રોજ મુંબઇ મહાનગરપાલિકાએ સન્માન કર્યુ તેનો ઉલ્લેખ અસ્થાને નહિં જ ગણાય. સરદાર પટેલ રોડ અને મૌલાના આઝાદ રોડના છેડા ઉપર આવેલ વિશાળ ચોકને મુંબઇ મહાનગરપાલિકાએ શ્રીમાન ખેરાજભાઇ લાદીવાલા ચોકનું નામકરણ પોરબંદરના નગર શ્રેષ્ઠી અને વ્યાપાર પુરૃષનું મરણોત્તર સન્માન કરેલું છે.

(સંકલન :-

હેમેન્દ્રકુમાર એમ.પારેખ પોરબંદર)

(2:52 pm IST)