Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સાવરકુંડલા : પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા કાર્યકારી પ્રમુખોનું સન્‍માન

ᅠઅમદાવાદᅠ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટને ચેરમેન વજીરખાંન પઠાણની આગેવાની દ્વારા ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટનું ભવ્‍ય સંમેલનᅠ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખોનું સન્‍માન માટે મળેલ હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થભાઈએ કોંગ્રેસની વિચારધારા જન જન અને ઠેર ઠેર પહોંચાડવી તેમજ ભાજપ સરકારમાં બેકારી અને મોંઘવારીએ માજા મૂકી છે જનતાને ભાજપે આપેલા વચનો પરિપૂર્ણ કરવા નિષ્‍ફળ ગઈ છે તે મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાએ કહેલ કે માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ વર્ષોથી અને વફાદારી પૂર્વકᅠ કોંગ્રેસ સાથે છે અને રહેશે. કદીર પીરજાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્‍તિ કરવામાં આવતા તેવોએ સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, રઘુનાથ શર્માજી અને પ્રિયકાંજી, જગદીશભાઈ ઠાકોર વિગેરે કોંગ્રેસી આગેવાનોનો આભાર માન્‍યો હતો. આ તકે વજીરખાંનᅠપઠાણે નવનિયુક્‍ત પ્રદેશ કાર્યકારીઓ કદીર પીરજાદા. હિમતસિંહ પટેલ, જીજ્ઞેશભાઈ મેવાણી, ઇન્‍દ્રજીત સિંહ ગોહિલનું શાલ ઓઢાડી ફૂલ હારથી સન્‍માન કરેલ હતું તેમજ ગ્‍યાસુદિનભાઈ શેખ, જાવેદ પીરજાદા, ઇમરાનભાઈ ખેડાવાળા, પ્રદેશ મહામંત્રી ઇકબાલભાઈ શેખ, નઇમ મીરજા યુનુસભાઈ પટેલ, શહેજાદ ખાન પઠાણ, શાહનવાઝ શેખ, મુર્તુજાખાન વિગેરેએ પ્રાસંગિક પ્રવચન કરેલᅠ પઠાણ, કરીમભાઈ મલેક, નાશરૂદિન રાઠોડ, રિયાજનખાન લોહાની, અયુબખાન વિગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના તમામ હોદેદારો દરેક જિલ્લાના ચેરમેનો તાલુકા જિલ્લા પંચાયત સદસ્‍યો મહાનગર પાલિકા નગર પાલિકાના કાઉન્‍સિલરો વીશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સફળ બનાવવા ઈમ્‍તિયાઝઅલી કાદરી.ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના વાઇસ ચેરમેન નાસિરખાંન પઠાણે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:51 pm IST)