Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ગોબરધન યોજનાથી આર્થિક બચત

 પોરબંદર તા.૨૩ : પોરબંદર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસના રથમાં ગ્રામ વિકાસ વિભાગની જુદી-જુદી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના વિશે ગ્રામજનોને માર્ગદર્શન આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. 

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અંતિમ દિવસે અડવાણા રબારી સમાજ ખાતે પહોંચતા અડવાણા, ભેટકડી અને મોરાણાના ગ્રામજનો દ્વારા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં કન્યા શાળાની બાળાઓ દ્વારા રથનું કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રકાશભાઈ ડોડીયાએ સ્વચ્છ ભારત મિશન( ગ્રામીણ), મહાત્માગાંધી નરેગા,  પ્રધાનમંત્રી આવાસ(ગ્રામીણ) અને મિશન મંગલમ યોજના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાની ગોબધન યોજના વિશે વિસ્તૃતમાં સમજણ આપી જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગામડાઓ વિકાસ માટે ગ્રામ વિકાસ વિભાગ હંમેશા કટીબધ્ધ છે. ગામડા સમૃધ્ધ કરવામાં માટે સરકાર અનેકવિધ પ્રયાસો હાથ ધરો રહી છે. સરકારશ્રી દ્રારા થોડા સમય પહેલા જ ગોબરધન યોજના અમલમાં મુકી તેનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ર પશુધન ધરાવતા કુટુંબોને આપવામાં આવે છે. રૃા. પ હજારના લોક ફાળાથી આ યોજનાનો લાભ લઈ શકાય છે. ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી કુદરતી નિશૂલ્ક રાંધણગેસ મળી રહે છે. આ કુદરતી ગેસ સંપુર્ણ સુરક્ષિત અને સલામત છે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા લોકોન જણાવ્યું હતું.

(2:31 pm IST)