Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કેશોદ-વડીયામાં અડધો ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રનાં રર તાલુકામાં ઝાપટાઃ કચ્‍છમાં વાદળા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થયો છે અને વાદળછાંયા વાતાવરણ સાથે હળવો - ભારે વરસાદ વરસી જાય છે.
આજે જુનાગઢ જીલ્લાના કેશોદ અને અમરેલી જીલ્લાના વડીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત કચ્‍છમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલું છે.
આ ઉપરાંત અમરેલી જીલ્લાના જાફરાબાદ, બગસરા, બાબરા અને સાવરકુંડલામાં ઝાપટા પડયા છે.
જયારે મોરબી, રાણાવાવ, ગોંડલ, રાજકોટ, જામકંડોરણા, બોટાદ, તાલાલા, જામજોધપુર, ભાવનગર, જેશર, શિહોરમાં હળવા ભારે ઝાપટા વરસ્‍યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લાના કેશોદમાં આજે અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.
જયારે જુનાગઢ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળીયા હાટીના, વંથલીમાં વરસાદી ઝાપટા પડયા છે.

 

(4:11 pm IST)