Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મોરબીમાં ‘ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન’નું શનિવારે સવારે ૮ વાગ્યે જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે આયોજન કરાયું

મોરબી : નહેરુ યુવા કેન્દ્ર અને જે. એ. પટેલ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫-૦૯-૨૦૨૧, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જે. એ. પટેલ મહિલા કોલેજ, નવા બસ સ્ટેશનની પાછળથી શરૂ કરીને જી.આઇ.ડી.સી. રોડ, શનાળા રોડ, સરદાર બાગથી પરત જે.એ. પટેલ મહિલા કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવેલ છે

(10:59 am IST)