Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પીજીવીસીએલના કોર્પોરેટ ઓફીસના અધિક્ષક ઇજનેર તલસાણીયા સામે પગલા લેવાશેઃ રીપોર્ટની જોવાતી રાહ

સુરેન્દ્રનગર હતા ત્યારે બોગસ ગ્રાહકોના નામે બીલો બનાવી નાંખ્યા હતા

રાજકોટ, તા., ૨૩: પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસમાં સુરેન્દ્રનગર થી બદલી કરી મુકાયેલા અને ટેકનીકલ વિભાગના અધિક્ષક ઇજનેર એ.એચ.તલસાણીયાએ ૧ર૯ં૦મી  ગ્રાહકોના બોગસ બીલ બનાવવામાં કૌભાંડ પ્રકરણમાં તલસાણીયા સામે આકરા પગલા તોળાઇ રહયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.દરમિયાન આ પ્રકરણ અંગે પીજીવીસીએલના એમડી શ્રી ધીમંતકુમાર વ્યાસે અકિલાને જણાવેલ કે ઉપરી લેવલે તપાસ ચાલતી હશે. હજુ રીપોર્ટ નથી આવ્યો. પરંતુ રીપોર્ટ આવ્યા બાદ તલસાણીયા સામે પગલા લેવાશે.અત્રે એ નોંધનીય છે કે ઇજનેર તલસાણીયા સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ કરી ૭૦ થી ૭પ લાખના કૌભાંડ અંગે હરદીપસિંહ રાણાએ ફરીયાદ કરી હતી. આ પછી ત્રણ અધિકારીઓની કમીટીએ તપાસ હાથ ધરી હતી. તલસાણીયાએ ટ્રાન્સફોર્મરમાં પીલર  રુફ વર્ક માટે બે ડઝન  વર્કઓર્ડર કર્યા, તેમાંથી દોઢ ડઝન કોન્ટ્રકટરના બીલ મંજુર કર્યા, આ તમામની ડેટા એન્ટ્રી તપાસતા ભોપાળુ બહાર આવ્યું હતું.

(11:45 am IST)