Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સુરેન્દ્રનગરમાં બે મહિલા સહિત ૪ તસ્કરોને ઝડપી લેતા છ ચોરીની કબૂલાત

વઢવાણ, તા. ર૩ :  સુરેન્દ્રનગર સીટી એ.ડીવી. પો.સ્ટે. તથા અન્ય પો.સ્ટે. વિસ્તારની છેલ્લા પાંચ વર્ષની અનડીટેકટ ઘર ફોડ ચોરી-૬ નો ભેદ ઉકેલી કુલ રૂ.૬,૨૯,૮૭૯/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓને સુ.સીટી એ ડીવી.પો.સ્ટે ની સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી લીધા છે.

જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા એચ.પી.દોશી નાયબ પોલીસ અધીક્ષક પ્રો.પો.ઇન્સ ટી.બી.હીરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન સુ.નગર જીલ્લા પંચાયત રીવરફ્રન્ટ ત્રણ રસ્તા પાસે ઉભા હતા તે દરમ્યાન પો.હેડકોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા પો.કોન્સ પ્રવિણભાઇ અમરાભાઇ કોલા તથા વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર હકીકત મળેલ કે બે મોટરસાયકલ સાથે ચાર ઇસમો શંકાસ્પદ વસ્તુઓ લઇ અત્રે નીકળનાર છે જે મોટર સાયકલની વોચમા હતા તે દરમ્યાન બે મોટર સાયકલમા બે મહીલા તથા બે પુરૂષ ઇસમો નીકળેલ જે પોલીસના માણસોને જોઇને પોતાના મો.સા. પાછા વાળી નાશવા જતા ચારેયને પકડી પાડી સદરહુ મો.સા.ના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહીં અને તેઓની અંગજડતી માંથી સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોનો મળી આવેલ જે વસ્તુઓ છળકપટથી અથવા ચોરી કરી મેળવેલ હોવાનું જણાઇ જેમાં રાહુલ પેથાભાઇ સરવરીયા, દેવીપુજક ઉવ.૨૦ ધંધો-મજુરી રહે. ફીરદોસ સોસાયટી પાસે ચાર માળીયા વાળા પાસેથી (૧) સોનાનો હાર -૧ જેનુ વજન ૧૮.૨૮૦ ગ્રામ જેની કી.રૂ.૮૪૦૮૦/- (૨) નાનો સોનાનો હાર-૧ જેનું વજન ૧૭.૨૬૦ ગ્રામ કી.રૂ.૭૯૩૯૬૪- (૩) સોનાનો ચેઇન-૧ જેનુ વજન ૧૩.૨૬૦ ગ્રામ જેની કી.રૂ.૬૦૯૯૬/- (૪) સોનાની લકકી-૧ જેનુ વજન ૧૧,૪૦૦ ગ્રામ કી.રૂ.૫૨૪૪૦/- ગણી તથા રોકડા રૂપીયા ૩૫૮૦/ તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૧૨,૦૦૦/- તથા હીરો સ્પલેન્ડર મો.સા નં જીજે-૧૩-એકે-૫૪૮૨ કી.રૂ.૨૫૦૦૦/- ગણી.

રૂપાબેન પ્રકાશભાઇ પેથાભાઇ સરવરીયા, દેવીપુજક ઉવ.૨૭ ધંધો-ધરકામ રહે.ફીરદોસ સોસાયટી પાસે ચાર માળીયા વાળા પાસેથી (૧) સોનાની પાતળી લકકી નંગ-૧ જેનુ વજન ૧૪.૮૫૦ ગ્રામ જેની કી.રૂ.૬૮૩૧૦/- (૨) સોનાનો ચેઇન નંગ-૧ જેનો વજન ૯.૧૫૦ ગ્રામ જેની કી.રૂ.૪૨૦૯૦/- (૩) સોનાની વીંટી નંગ-૧ જેનુ વજન ૨.૫૨૦ ગ્રામ જેની કી.રૂ.૧૧૫૯૨/- તથા રોકડા રૂપીયા ૬૧૫૦/- તથા મોબાઇલ ફોન -૧ કી.રૂ.૫૦૦/-ગણી

શકિત ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા, ચુ.કોળી ઉવ.૧૯ ધંધો-મજુરી રહે. વિહત પાર્ક અંબાજીના મંદીર પાછળ વાળા પાસેથી (૧) સોનાની ચુડી નંગ-૫ તથા એક સોનાની પટ્ટી જેનુ આશરે વજન ૩.૬૦૦ ગ્રામ જેની કી.રૂ.૧૪૭૬૦/- (૨) સોનાની કાનની કડી જોડ-૧ જેનુ વજન ૨.૫૫૦ ગ્રામ જેની કી.રૂ.૧૦૪૫૫/- (૩) સોનાની બુટ્ટી લટકણ સાથેની જોડ-૧ જેનુ વજન ૩.૨૭૦ ગ્રામ જેની કી.રૂ.૧૩૪૦૦/- તથા ચાંદીના દાગીના (૧) ચાંદીના વેઢા જોડ -ર તથા ચાંદીના ધુધરા નંગ-ર જેનુ કુલ વજન ૩૫ ગ્રામ જેની કી.રૂ.૧૭૫૦/- (૨) ચાંદીના સીકકા (બીસ્કીટ) નંગ-૪ જેનું વજન ૧૨ ગ્રામ જેની કી.રૂ.૯૭૨૦/- (૩) ચાંદીના છડા જોડ નંગ-૩ જેનુ વજન ૨૩૭ ગ્રામ જેની કી.રૂ.૧૧૮૫૦/ (૪) ચાંદીનો જુડા નંગ-૨ જેનુ કુલ વજન ૨૩૨ ગ્રામ જેની કી.રૂ.૧૧૬૦૦/- (૫) ચોદીનુ કીચન,કડલી,દોરીયુ તથા ડોડી જેનુ કુલ વજન ૩૮ ગ્રામ જેનુ કી.રૂ.૧૯૦૦/- ગણી તથા રોકડા રૂપીયા ૧૮૬૧૦/- તથા મોબાઇલ ફોન-૨ કી.રૂ.૧૨૦૦૦/તથા હીરો સ્પલેન્ડર મો.સા.નં ઞ્થ્-૧૩-ખ્૫-૩૦૫૮ કી.રૂ.૨૫૦૦૦/- ગણી

ભાનુબેન પેથાભાઇ ચૌચરભાઇ સરવરીયા, દેવીપુજક ઉવ.૫૦ ધંધો-ઘરકામ રહે. ફીરદોસ સોસાયટી પાસે ચાર માળીયા વાળી પાસેથી (૧) સોનાનુ પેન્ડલ નંગ-૧ જેનુ વજન ૨.૦૬૦ ગ્રામ જેની કી.રૂ.૮૪૫૦/ (૨) સોનાની નાકની ચુક કડી વાળી જેનુ વજન ૦.૨૯૦ ગ્રામ જેની કી.રૂ.૧૦૦૦/- (૩) સોનાની નાકની ચુંક નંગ વાળી જેનુ વજન ૦.૩૧૦ ગ્રામ જેની કી.રૂ.૧૧૦૦/- ગણી તથા ચાંદીના દાગીના (૧) ચાંદીના છડા નંગ-૩ જૈનુ વજન ૧૨૦ ગ્રામ જેની કી.રૂ.૬૦૦૦/(૨) ચાંદીના જુડા નંગ-૩ જેનુ વજન ૮૯ ગ્રામ જેની કી.રૂ.૪૪૫૦/-(૩) ચાંદીના કંદોરાનંગ-૨ જેનું વજન ૨૦૨ ગ્રામ જેની કી.રૂ.૧૦૦૦૦/- (૪) સોનાની કંકુ ડબી નંગ-૪ તથા એક નાની વાટકી જેની વજન ૧૫૧ ગ્રામ જેની કી.રૂ.૭૫૦૦/-(૫) ચાંદીના પગ પાન જેનુ વજન ૨૦ ગ્રામ જેની કી.રૂ.૧૦૦૦/- (૬) ચાંદીની કંદોરી નંગ-૧ જેનુ વજન ૨૬ ગ્રામ જેની કી.રૂ.૧૩૦૦/- (૭) ચાંદીની ચમચી નંગ-૧ જેનુ વજન ૫ ગ્રામ જેની કી.રૂ.૨૫૦/ (૮) ચાંદીના સાંકળા જોડ-૧ જેનુ વજન ૪૧ ગ્રામ જેની કી.રૂ.૨૦૫૦/- (૯) ચાંદીનો જુડો તથા વેઢ જે બંનેનુ વજન ૭૮ ગ્રામ જેની કી.રૂ.૩૯૦૦/- ગણી તથા ગુરૂના નંગ વાળી ધાતુની બુટી જોડ નંગ-૧ જેની કી.રૂ.૦૦/- ગણી તથા રોકડા રૂપીયા ૫૨૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કી.રૂ.૫૦૦/- ગણી સોનાના દાગીનાનુ કુલ વજન ૯૮.૮૦૦ ગ્રામ કી રૂ.૪,૪૮,૦૬૯૪ ગણી તથા ચાંદીના દાગીનાન કુલ વજન ૧૪૩૬ ગ્રામ કી.રૂ.૭૩,૨૭૦/- તથા રોકડા રૂપીયા ૩૩૫૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કી.રૂ.૨૫૦૦૦/- તથા મો.સા. નંગ-૨ કી.રૂ.૫૦,૦૦૦/- એમ મળી કુલ ૬,૨૯,૮૭૯/- ના મુદામાલ રીકવર   કરેલ છે.

કામગીરીમાં ટી.બી.હીરાણી પ્રો.પો.ઇન્સ, હરદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા એ.એસ.આઇ. ધનરાજસિંહ જશુભા વાઘેલા, મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા, હારૂનભાઇ ગુલાબભાઇ કુરેશી આ.પો.હેડકોન્સ, પ્રવિણભાઇ અમરાભાઇ કોલા,કિશનભાઇ વેલાભાઇ ભરવાડ, વિજયસિહ પ્રવિણસિંહ પરમાર, રાજેન્દ્રભાઇ રાણાભાઇ ભરવાડ, દક્ષાબેન બચુભાઇ ઝાંબુકીયા મહીલા પો. કોન્સ. રોકાયા હતા.

(11:41 am IST)