Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત

સિંહણનું મોત કિડની ફેઇલ થવાથી થયું હોવાની આશંકા

વડોદરા :શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શંકાસ્પદ હાલતમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત થયું છે. બે દિવસ પહેલા પાંજરામાં સિંહણ ઇજાગ્રસ્ત થઇ હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે, ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, સિંહણનું મોત કિડની ફેઇલ થવાથી થયું હોવાની આશંકા છે.

વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતને લઇને સતત વિવાદોમાં રહે છે, ત્યારે આજે વહેલી સવારે 13 વર્ષની સિંહણ ગેલનું મોત થતાં ફરી વિવાદ થવાની શક્યતા છે.

પંચનામું, પોસ્ટમોર્ટમ અને ઓર્ગેન સેમ્પલ લીધા બાદ સિંહણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

(11:42 am IST)