Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાંકાનેરમાં કોરોના અને અકસ્માતના મૃતકોનાં સ્મરણાર્થે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ-મોક્ષકથા

૨૦ થી ૨૭ ડીસેમ્બર દરમિયાન ભાગવતાચાર્ય અનીલપ્રસાદ રસપાન કરાવશે

(હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર, તા.૨૩: વાંકાનેર શહેરમાં ગઢની રાંગ પાસે આવેલ 'શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સમિતિ - વાંકાનેર દ્વારા ગઢની રાંગથી રાવલ શેરી સુધી વિશાળ સમીયાળામાં શ્રી અંબે માતાજી, શ્રી મહાકાળી માતાજી, શ્રી વેદમાતા ગાયત્રીમાં, તથા આઇશ્રી ખોડિયાર માતાજી અને વાંકાનેરની પવિત્રભૂમિ મધ્યે આવેલ શ્રી નીલકંઠ મહાદેવજી અસીમ કૃપાથી 'કોરોના મહામારી' તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે આગામી તા.૨૦/૧૨/૨૦૨૧ થી તા.૨૭/૧૨/૨૦૨૧ દરમ્યાન ગઢની રાંગ ખાતે ભવ્ય 'શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 'મોક્ષકથા'નું મંગલ આયોજન કરવામાં આવેલ છે. ઝૂડાળાવાળા ( હાલ રાજકોટ)ના ભાગવતાચાર્ય પ. પૂજય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી, પી, જોષી પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે  ભાગવત કથા  મોક્ષ કથાનું રસપાન કરાવી ભાવિકોને કૃતાર્થ કરશે. કથાનો સમય દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ છે, પ્રારંભ તા.૨૦/૧૨/૨૧ના સોમવારના માગસર વદ એકમના રોજ થશે જેની ભવ્ય પોથીયાત્રા તા.૨૦/૧૨/૨૧ના સોમવારના રોજ બપોરે ૩:૧૫ કલાકે વાજતે ગાજતે બેન્ડપાર્ટી સાથે શ્રી ગોવર્ધન નાથજીની મોટી હવેલીએથી પ્રસ્થાન કરી ચત્રભુજ મંદિરે થઈને આ ભવ્ય નગર યાત્રા શોભાયાત્રા કથા સ્થળઃ હરિહરધામ  શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે પધારશે, જે કથામાં તા.૨૪/૧૨/૨૧ ને શુક્રવારના રોજ સાંજના શ્રી વામન જન્મ તથા શ્રી રામ જન્મ  તેમજ  શ્રી કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ ) અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાશે, તેમજ તા.૨૫/૧૨/૨૧ ને શનિવારના સાંજના સમયે શ્રી ગિરિરાજ પ્રાગટ્ય શ્રી ગિરિરાજજીને (૫૬ ભોગ ધરાવાશે અને મંડપમાં શ્રી નગરજનો દ્વારા મહાઆરતી અને દીપ યજ્ઞ થશે) આ ઉપરાંત તા.૨૬/૧૨/૨૧ ના રવિવાર ના સાંજના શ્રી કૃષ્ણ રૂક્ષમણી વિવાહ ઉત્સવ ઉજવાશે તથા તા.૨૬/૧૨/૨૧ ના રવિવારના શ્રી સુદામા ચરિત્ર તથા શેષ કથાઓ થશે તેમજ તા.૨૭/૧૨/૨૧ના સોમવારના રોજ કથાની પુર્ણાહુતી થશે છેલ્લે દિવસે કથા પુર્ણાહુતી બાદ તા.૨૭/૧૨/૨૧ના સોમવારના રોજ  મહાપ્રસાદ રાખેલ છે છેલ્લે દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

નીલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ, વાંકાનેર દ્વારા આયોજત આ કથામાં કોરોનાની મહામારીમાં તેમજ અકસ્માતે અથવા કોઈ આપણા સ્વજનોના મોક્ષાર્થે આ કથામાં પાટલો રાખવો હોય તા તેવો રાખી શકશે જે લખાવવા માટે સંપર્ક હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ) મો.૬૩૫૩૧ ૭૯૦૮૮ તથા વિનેશભાઈ મિયાત્રા મો. ૯૧૦૬૩ ૪૭૧૨૯ ઉપર કોન્ટેક કરવા જણાવાયું છે શ્રી નીલકંઠ મહાદેવ નો ટૂંકમાં જોઈએ તો વાંકાનેરના મધ્યે આવેલ મચ્છું નદીના કિનારે આવેલ શ્રી દેવાધીદેવ શ્રી નીલકંઠ મહાદેવ નું ખુબ પૌરાણિક મંદિર આજની સદીમાં મોજુદ છે જે દેવાધીદેવ નીલકંઠ મહાદેવ સ્વામિનારાયણ ધર્મના સ્થાપક તેવા નીલકંઠ વર્ણી વાંકાનેરમાં એકવાર પધારેલ, તે સમય દરમ્યાન નીલકંઠ વર્ણી શ્રી ઘનશ્યામ મહારાજશ્રી હસ્તે પૂજા કરેલ હતી, અને ધર્મ, બોધ, મોંઢ શેરીના નાકા પર ના મકાનમાં સભા કરેલ હતી જે વાત વડીલો પાસેથી સાંભળેલ છે. કથા સ્થળઃ 'હરિહરધામ'  ગઢની રાંગ, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ની બાજુમાં, વાંકાનેર વધુ વિગત માટે કોન્ટેક શ્રી હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ) મો.૬૩૫૩૧ ૭૯૦૮૮ તથા શ્રી વિનેશભાઈ ત્રિવેદી મો. ૯૧૦૬૩ ૪૭૧૨૯ ઉપર સંપર્ક કરવા આયોજક દ્વારા જણાવાયું છે.

(11:44 am IST)