Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાંકાનેર તાલુકાની ૮૪ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા કામગીરીનો ધમધમાટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૩ :.. તાલુકાની ૮૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનો પરીપત્ર તા. રર-૧૧-ર૧ ના રોજ રાજય ચૂંટણી પંચ દ્વારા પ્રસિધ્ધ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી અંગેની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

પંચાયતની ર૪ બેઠક નીચે તથા જીલ્લા પંચાયતની ૬ બેઠક નીચે પંચાયતની કુલ ૯૦ બેઠકમાંથી ૮૪ બેઠકની ચૂંટણીનું મતદાન આગામી તા. ૧૯-૧ર-ર૧ ના રોજ રવિવારે યોજાશે. જેમાં તા. રર-૧૧-ર૧ના પ્રસિધ્ધ થયેલા જાહેરનામાની વિગતો અંતર્ગત ચૂંટણીની નોટીસો-જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ ર૯-૧૧ જયારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૪-૧ર-ર૧ ઉમેદવારી પત્રો ચકાસણી તા. ૬-૧-ર-ર૧, ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. ૭-૧ર રહેશે. મતદાન તા. ૧૯-૧ર ને રવિવારે સવારે ૭ થી સાંજના ૬ સુધી થશે. જો જરૂર જણાય તો પુનઃ મતદાનની તા. ર૦-૧ર અને મત ગણતરીની તા. ર૧-ર૧ રહેશે. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન તા. ર૪-૧ર ના થશે.

તાલુકામાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પેનલ ગોઠવાઇ રહી છે ત્યારે તેના સામે આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી પોત પોતાના સરપંચ સહિત પંચાયતના સભ્યોની પેનલો તૈયાર કરી રહી હોવાનું જાણવા મળે છે.

આગામી પંચાયતોની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પછાડવા માટે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર પ્રસિધ્ધીના મંડાણ શરૂ કર્યા છે. અને પોતાના ઉમેદવારોને સહયોગ આપવા જીલ્લા અને રાજય લેવલના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ વાંકાનેર તાલુકામાં ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાનું જોવા મળે છે.

(11:47 am IST)