Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કુંકાવાવમાં દવે પરિવારને સાંત્વના પાઠવતા રાજકીય આગેવાનો

કુંકાવાવઃ અમરેલી જીલ્લાનાં કુંકાવાવનાં સ્વ.રસિકલાલ દયાશંકર દવે (ભીમજીભાઇ)નું અવસાન થતા તેમના ભાઇ અને કુંકાવાવના અગ્રણી તથા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના આગેવાન ડોલરભાઇ દવે તથા પરિવારજનોને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંઘાડ, કુકાવાવ તાલુકા સંઘના પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા સહિતનાએ સાંત્વના પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:47 am IST)