Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત : બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર : એકનું મોત

બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા: બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ .

ભુજઃ કચ્છમાં ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા.

ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ છે. કોઈને પણ ઇજા પહોંચી નથી.

(11:53 am IST)