Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ધુનડાના રાજેશભાઇ ખોજાએ ઝેરી દવા પીધીઃ રાજકોટ ખસેડાયા

મિલ્કત મામલે બહેન સાથે ચાલતું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૨૩: ટંકારાના ધુનડા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં રાજેશભાઇ રમજાનભાઇ પંજવાણી (ખોજા) (ઉં.વ.૫૦)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.
રાજેશભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમને ચાર બહેનો છે. વારસાઇ મિલ્કત બાબતે બહેનો સાથે મનદુઃખ ચાલતું હોઇ અને રાજેશભાઇને ભાગ આપવામાં આવતો ન હોઇ તેના કારણે તે ઝેરી દવા પી ગયાનું જણાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:54 am IST)