Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વિસાવદરમાં ૩ જિલ્લા અને ૧૮ તાલુકાને સ્પર્શતા જુનાગઢ મીટરગેજ રેલ્વે લાઇન પ્રશ્ને લોકઆંદોલનને ટીમ ગબ્બરનો સંપૂર્ણ ટેકો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૩ : વિસાવદરમાં જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાને સ્પર્શતા જૂનાગઢ મીટરગેજ રેલ્વે લાઈનો પર ત્વરીત ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે ૧લી ડીસેમ્બરથી શરૂ થનાર લોકઆંદોલનને ટીમ ગબ્બરે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

ટીમગબ્બર ગુજરાત નામની લોકોના પશ્નો અંગે  સતત જાગ્રુત રહી લોકપશ્નેે સતત રજુઆત કરતી સંસ્થાએ વિસાવદરમાં બંધ થયેલ તમામ મીટરગેજ ટ્રેનો પુનઃ ચાલુ કરવા માટે બે થી ત્રણ વખત જનરલ મેનેજર,ભાવનગર,તથા મુંબઈ ચર્ચગેટ ખાતેની પશ્ચિમ રેલવે વિભાગ તથા છેલ્લે રેલવે બોર્ડના ચેરમેનને રજુઆત કરી બંધ થયેલી તમામ ટ્રેનો કોરોનાને કારણે બંધ છે તે ચાલુ કરાવવા માટે માંગણીઓ કરેલી અને છેલ્લે અમુક ચોક્કસ મુદાની માંગણી પણ ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ કરેલી એમ છતાં ટિમ ગબ્બરના ગુજરાતના જુદા જુદા શહેરો તથા સિટીઓમાંથી રજુઆત કરવા છતાં રેલવે તંત્રના પેટનું પાણી પણ હલ્યુ નથી ત્યારે સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત એવી લડાયક સંસ્થાના સ્થાપક અને સુરતના જાણીતા એડવોકેટ કે.એચ.ગજેરા તથા તેમની સમગ્ર ટિમ તમામ સસ્થાઓ તરફથી વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર તથા તમામ ઉપવાસી છાવણીમાં બેસનાર તમામ સદસ્યોને ટેકો જાહેર કરી જણાવેલ છે કે,અમારી ટિમ ગુજરાતના તમામ સદસ્યોને હાકલ કરજો અમારી ટિમ ગબ્બર આ ત્રણ જિલ્લાને તથા આઠ તાલુકાને લાગુ પડતી ટ્રેનો ચાલુ કરાવવા માટેના આંદોલનમાં તમારી સાથે છે તેમ જણાવી આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈએ જણાવ્યું છે.

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહાની પ્રેરણા તેમજ માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા અને મંત્રી રમણીકભાઇ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર ના સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની શુભેચ્છાઓ સાથે નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ વાધેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત ઠક્કર પરિવાર દ્વારા કેન્દ્રને પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની કલાત્મક મૂર્તિ ની અર્પણ વિધિ, ગરીબ પરિવારના બાળકોને એક એક જોડી કપડાં અર્પણ તેમજ શુભેચ્છા મિલન કાર્યક્રમ યોજાયો હતો.ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોનાં વરદહસ્તે દિપ જ્યોત પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.સંસ્થા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો ને શાબ્દિક સ્વાગત સાથે આવકારેલ બાદમાં વિસાવદર રધુવંશી સમાજના ભાવેશભાઈ ઠક્કરનાં વરદહસ્તે મેડિકલ સાધન સેવા કેન્દ્રને પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની કલાત્મક મૂર્તિ ઠક્કર પરિવારનાં સ્વ.જયાબેન વનમાળીદાસ ઠક્કરનાં સ્મરણાર્થે અર્પણ કરવામાં આવેલ બાદમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનાં વરદહસ્તે બે વર્ષથી પાંચ વર્ષ સુધીનાં નાના નાના ગરીબ પરિવારના બાળકોને મર્યાદિત સંખ્યામાં એક એક જોડી કપડાં અર્પણ કરવામાં આવેલ તેમજ શુભેચ્છા મિલન અંતર્ગત ઉપસ્થિત સૌ મહેમાનો માટે માનવ સેવા સમિતિ નાં મંત્રી રમણીકભાઇ ગોહેલ તરફથી આઈસ્ક્રીમ તેમજ બાળકો માટે બિસ્કીટ અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવેલ. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની શુભેચ્છાઓ સાથે વિસાવદર નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ વાધેલાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ દરમિયાન વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ ધનશ્યામભાઈ ડોબરીયા, પાલિકા પૂર્વ પ્રમુખ રજનીકાંતભાઈ ડોબરીયા, પાલિકા પૂર્વ પ્રમુખ રાજ રિબડીયા, રાજન રિબડીયા,વિસાવદર રધુવંશી સમાજ ના પ્રમુખ શ્યામભાઈ ચોટાઇ, વિસાવદર રધુવંશી સમાજના પૂર્વ પ્રમુખ શાંતિભાઈ ગણાત્રા, જુનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી તેમજ વિસાવદર માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, વિસાવદર તાલુકા, વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ એડવોકેટ નયનભાઈ જોશી,વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી, સેક્રેટરી આસીફભાઈ કાદરી, પત્રકાર ઉમેશભાઈ ગેડીયા,ભાવેશભાઈ ઠક્કર, નરેન્દ્રભાઇ વાધેલા, ભરતભાઈ હીરપરા, ગણેશભાઈ ગોસાઈ સહિતનાં  અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સૌ કોઈએ મેડિકલ સાધન સેવા કેન્દ્રની સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહાને શુભેચ્છાઓ પાઠવી હતી.આભાર દર્શન માનવ સેવા સમિતિના મંત્રી રમણીકભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિસાવદરમાં ગુરૂનાનક જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી

વિસાવદર સ્થિત ગુરૂનાનક સાહેબ મંદિર ખાતે શ્રી ગુરૂનાનક દેવની ૫૫૨ મી જન્મજયંતીની સમસ્ત સિંધી સમાજ વિસાવદર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સર્વે સિંધી સમાજ તેમજ શીખ સમાજના ભાઈઓ, બહેનો તેમજ વડીલો દ્વારા ગુરૂગ્રંથ સાહિબ અને ગુરૂનાનક દેવની પ્રતિમાને પુષ્પમાળા માળા તેમજ પુષ્પ અર્પણ કરી ભકિત ભાવથી પૂજન અર્ચન કરી સાથે સૌએ પ્રસાદ લીધેલ તેમજ સૌએ શ્રી ગુરૂનાનક જન્મજયંતિની પારસ્પારિક શુભેચ્છાઓ પાઠવેલ.છેલ્લા ધણા વર્ષોથી સિંધી સમાજના દરેક ધાર્મિક પ્રસંગોમાં જેમની છેલ્લા વીસ વર્ષથી ખાસ ઉપસ્થિત હોય એવા વિસાવદર માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા કે જેઓને અન્યત્ર સામાજિક પ્રસંગે જવાનું થતાં સર્વો ને ગુરૂનાનક દેવ શુભેચ્છા પાઠવી હતી. માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરેલ તેમજ સૌને શુભેચ્છાઓ પાઠવેલ.આ પ્રસંગે વિસાવદર શહેર ભાજપના પૂર્વ મંત્રી પ્રફુલ્લભાઈ જોશી, વિસાવદર સિંધી સમાજના પ્રમુખ નંદલાલભાઈ પોપટ, મંત્રી ચંદ્રકાંતભાઇ ખુહા,અગ્રણી જે.પી. છતાણી, વિનુભાઈ ટેકવાણી તેમજ ધનશ્યામભાઈ ખુહા સહિતના અગ્રણીઓ, વડીલો,માતાઓ, બહેનો તેમજ યૂવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

વિસાવદર અલખધામ આશ્રમે ધ્વજારોહણ કરાયું

વિસાવદર અલખધામ આશ્રમ ખાતે રામાપીર મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જગ્યાના મહંત પૂ. મંછાગિરીબાપુની પ્રેરણા તેમજ આશિર્વાદથી જગ્યામાં દરેક ધાર્મિક પ્રસંગો, બટુક ભોજન તેમજ છેલ્લા પાંચ વર્ષથી આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેમજ દાતાશ્રીઓનાં સહયોગી દરેક દીકરીઓને કરિયાવરમાં વિવિધ વસ્તુઓ ભેટ આપવામાં આવે છે. ધ્વજારોહણ પ્રસંગે ઢોળવા નર્મદા કુટિર આશ્રમ થી શકિતગિરી માતાજી, ધનશ્યામગિરી બાપુ, વિસાવદર માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,મંત્રી રમણીકભાઇ ગોહેલ, વિસાવદર નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કાંતિભાઈ ચૌહાણ,એડવોકેટ ઉદયસિંહ દાહીમા,આર.સી.સી. સેક્રેટરી આસીફભાઈ કાદરી તેમજ રામજીભાઈ સાવલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત સર્વેને જગ્યા નાં મહંત મંછાગિરીબાપુએ આશીર્વાદ આપ્યા હતા.

શ્રી માધવ ક્રેડિટ કો.ઓપ. સો.લી. વિસાવદર શાખા દ્વારા સભાસદોને ભેટ વિતરણ

શ્રી માધવ ક્રેડિટ કો.ઓપ.સો.લી. વિસાવદર શાખા  દ્વારા સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દરેક સભાસદને સોલાપુરી શાલ ભેટમાં આપવામાં આવી હતી.ચેરમેન વિપુલભાઈ વેકરીયા, વાઇસ ચેરમેન રમણિકભાઈ દુધાત્રા,સભ્યો ધીરુભાઈ ચોટલીયા,નાથાભાઈ વસોયા,દિનેશભાઇ શાહ હાજર રહ્યા હતા. મેનેજર હર્ષદભાઈ મુગલપરાએ સૌને આવકાર્યા હતા.

વિસાવદરનાં ભલગામમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ભલગામ મિડલસ્કૂલ ખાતે  કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરાયુ હતું જેમાં પી.એલ.વી.રમણિકભાઈ દુધાત્રા એ વિધાર્થીનીઓને માનવ અધિકાર તથા વ્યસન મુકિત જીવન મરણના દાખલા  વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી  તથા મફત કાનૂની સહાય કોને કોને મળે તેની માહિતી પત્રિકાનું વિતરણ કરાયું હતું.સ્વાગત   પ્રિન્સીપાલ અલ્પેશભાઈ સોરઠીયા તથાસંચાલન કમલેશભાઇ ઠુમરે કર્યુ હતુ.રોટરી કોમ્યુનિટી કોર્ષના પ્રમુખ કૌશિકપરી ગોસ્વામી,મહામંત્રી આસીફ કાદરી, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સમાજશ્રેષ્ઠીઓનુ સન્માન કરાયું

વિસાવદર ખાતે સમભાવ મિત્ર મંડળ દ્વારા  અમદાવાદ સ્થિત અગ્રણી જમનભાઈ માલવિયાનાં આર્થિક સહયોગથી ત્રિવિધ કાર્યક્રમમાં વિસાવદર માનવ સેવા સમિતિ,સરદાર પટેલ સેવાદળ,ગીર નેચર સેવા કલબ, રોટરી કોન્મ્યુનિટી કોર્ષના સ્થાપકના પ્રમુખ તરીકે સેવા આપતા સેવાભાવી , રમણીકભાઇ દુધાત્રા દ્વારા છેલ્લા ધણા વર્ષોથી સમાજ ક્ષેત્રે કરવામાં આવેલ વિવિધ સેવા કાર્યો ને બિરદાવતાંપૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળા,વિસાવદર, ભેંસાણ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા,સમભાવ  મિત્ર મંડળના પ્રમુખ ઇલયાસભાઈ  ભારમલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોનાં વરદહસ્તે સન્માનપત્ર અર્પણ કરી  વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના નિઃસ્વાર્થ સેવાકાર્યો દ્વારા સેવાની સુવાસ પ્રસરાવનાર સમાજસેવાનાં સાચા પ્રહરી એવાં રમણીકભાઇ દુધાત્રા નું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ.વિસાવદર મેડીકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાન્તભાઈ ખુહા,આર્યસમાજના પ્રમુખ સુધિરભાઈ ચૌહાણ,ગૌસેવક રાજુભાઇ સોની તેમજ મુકસેવક મહેન્દ્રભાઈ જીવાણી સહિતના સમાજસેવકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અદકેરા સન્માન બદલ શ્રી દુધાત્રાને ,પત્રકાર  સંઘના પ્રમુખ ગિજુભાઈ વીકમાં,આર. સી. સી .વિસાવદરના પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી,સેક્રેટરી આસીફભાઈ કાદરી, ટેઝરર અબબાસીભાઇ ખેતી,માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ,સરદાર પટેલ સેવા દળના મંત્રી જેન્તીભાઇ ખૂટ, માધવ ક્રેડિટ કો.. ઓપ. સો .લી .નાં ચેરમેન વિપુલભાઈ વેકરીયા, સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

સમૂહ સાદી સમારોહ યોજાયો

સોરઠીયા ઘાંચી સમાજ-બિલખા ખાતે નવયુવાન કમિટી દ્વારા ૧૪માં સમૂહ સાદી નું આયોજન કરેલ હતું જેમાં ૩૦ દુલ્હા,દુલ્હનો ધાર્મિક રીતરસમ મુજબ લગ્નગ્રંથિથી જોડાયાં હતા. આ સમારોહમાં અમરેલીના ચીસ્તી હઝરત નિજામુદિનબાપુએ ૩૦   દુલ્હનઓને એક એક હજાર રૂપિયા આપી આર્શીવાદ આપ્યા હતા. જૂનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણિકભાઈ દુધાત્રા,  સેવાભાવી ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણી, જિલ્લા પંચાય ના સભ્ય અનકભાઈ ભોજક, વિવેકભાઈ રિબડીયા, રાજુભાઇ મેતર, ઘાંચી સમાજના પ્રમુખ આમદભાઈ સોઢા,અલ્લાદભાઈ મોદી,બબાભાઈ માલવીયા, જેરામભાઇ ઢોલરીયા ,ઘેલાભાઈ ઢોલરીયા ઇલ્યાસભાઈ મોદી, ઓશુભાઈ હમીરકા, જાવેદ મોદી, આસીફ કાદરી, સહિત હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ નવ દંપતિને સુખી લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી. નવયુવાન કમિટી એ બધા મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરેલ હતું સમૂહ સાદી ને સફળ બનાવવા કમિટીના પ્રમુખ, શોયબભાઈ ચોટલીયા,કાસમભાઈ મોઢિયા સહિત યુવાનો એ જહેમત ઉઠાવેલ હતી સમારોહ નું સંચાલન ઈંત્યાજભાઈએ કરેલ હતું તેમ રમણીકભાઇ દુધાત્રાની યાદીમાં જણાવાયું છે.

(12:31 pm IST)