Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પોરબંદર જિલ્લામાં દારૂના ગુન્હાઓમાં ૩દિ'માં પ શખ્સોની ''પાસા'' હેઠળ ધરપકડ

પોરબંદર તા. ર૩ : દારૂના ગૂન્હાઓમાં જિલ્લામાં પ શખસોની પાસા તળે પોલીસે વોરન્ટની બજવણી કરીને ધરકડ કરી છે.ે

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની નાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ર૦ર૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહીલ પોરબંદર ગ્રામ્ય તથા એલસીબી પીઆઇ એન.એન.રબારીનાઓના માર્ગદર્શન હેઠળ (૧) રાણાવાવપો.સ્ટે. પ્રોહી.એકટ કલમ ૬૬(૧) બી ૬પ ઇ.૮૧ મુજબના ગુન્હાનો આરોપી કરશન કાના ઉર્ફે કારડી કોડીયાતર રહે. ગંડીયાવાળાનેશ તા.રાણાવાવ રવાળા વિરૂધ્ધમાં રાણાવાવ પીએસઆઇ પી.ડી. જાદવનાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વાા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીએસઆઇ એન.એમ. ગઢવીએ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે તેમજ છેલ્લા ત્રણ દિવસમાં પાંચ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોરબંદર એલસીબી પી એસઆઇ. એન.એમ.ગઢવી, રાણાવાવ પીએસઆઇ. પી.ડી.જાદવ એ.એસ.આઇ  જગમાલભાઇ વરૂ મહિલા હેડ કોન્સ્ટેબલ રૂપલબેન લખધીર તથા કોન્સ્ટેબલ મહેશભાઇ મુસારનાઓ રોકાયેલ હતા.

(12:32 pm IST)