Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ધોરાજીઃ ચેક રિટર્ન કેસમાં આરોપીઓને બે વર્ષની સજા ફટકારતી અદાલત

ધોરાજી તા.ર૩ : ચેક રીટર્નના કેસમાં આરોપીને બેવર્ષની કેદની સજા અને દંડ ફટકારતો ધોરાજી કોર્ટે હુકમ કર્યો હતો.

ધોરાજી કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં આરોપીઓને બે વર્ષની સજા તથા આરોપીઓને રૂ.૩,રપ,૪૪૩ અંકે રૂપિયા ત્રણ લાખ પચ્ચીસ હજાર ચારસો તેતાલીસ પુરાનો દંડ ભરવાનો હકુમ કરેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીના પ્રશાંત પેટ્રોલ પંપના માલીક જીગ્નેશભાઇ કાનપુરીયા પાસેથી આરોપી પાર્થકન્ટ્રકશન કંપનીના ભાગીદારો ચંદ્રેશ પી.સોરઠીયા તથા રાજેશ પી.ખુટનાઓએ પોતાના કન્ટ્રકશન કામમાં વાપરાતા જે.સી.બી. મશીન તથા ટ્રેકટરમાં જરૂરી ડીઝલ ફરીયાદીના પેટ્રોલ પંપથી ડીઝલ પુરાવી જતા. જે પુરાવેલ ડીઝલના આરોપીએ ફરીયાદીને આપવાની થતા હિસાબ પેટે આરોપીએ ફરીયાદીની પેઢી પ્રશાંત પેટ્રોલીયમ જોગ ચેક લખી આપેલ અને એવી ખાત્રી આપેલ કે સદરહું ચેક બેન્કમાં જમા કરાવશો ત્યારે ચોકકસ પેમેન્ટ થઇ જશે.

ફરીયાદીએ સદરહું ચેક બેન્કમાં જમા કરાવતા સદરહું ચેક બેલેન્સ ન હોવાને કારણે પરત થયેલ જેથી ફરીયાદીએ કાયદા મુજબની પ્રક્રિયા અનુસરી અને નામદાર ધોરાજી કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરેલ.

સદરહું ફરીયાદ મેજીસ્ટ્રેટ શ્રી કે.સી. મંઘાણીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરીયાદ પક્ષનો પુરાવો તથા રેકર્ડ ઉપરની હકીકત ધ્યાને લઇ અને ફરીયાદ પક્ષની દલીલો માન્ય રાખી ધોરાજીના જજશ્રી કે.સી. મંઘાણીએ આરોપીએ પાર્થ કન્સ્ટ્રકશન કંપનીના ભાગીદાર (૧) ચંદ્રેશ પી.સોરઠીયા તથા (ર) રાજેશ પી.ખુંટ, રે. મોવીયા, તા. ગોંડલવાળા બન્નેને બે વર્ષની સજા તથા રૂ.૩,રપ,૪૪૩-૦૦ દંડભરવાનો અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે ડી.આર.વૈશ્ણવ એડવોકેટ રોકાયેલ હતા.

(12:33 pm IST)