Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબી સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતે ચૂંટણી અધિકારીની ખાસ કવાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૩: તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચૂંટણીપંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો યોજી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જયા જેન્ડર રેશિયો ઓછો છે.

એટલે કે જે બુથમાં પૂરૂષોના સાપેક્ષમાં સ્ત્રી મતદારોની નામોની નોંધણી ઓછી થયેલ છે. તેવા ગામોની નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડે મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને એચ.ડી. પરસાણિયા, મામલતદાર (ચુંટણી) મોરબી દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. અને જે બુથોમાં સ્ત્રી મતદારોની નોંધણી ઓછી હોવા બાબતેના કારણો જાણી તેના નિવારણ માટે BLOને જરૂરી સુચના આપીને વધુને વધુ સ્ત્રી મતદારોના નામો મતદારયાદીમાં જોડાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

વધુમાં મતદારયાદી ઝુંબેશના હજૂ તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના બે દિવસો બાકી છે. આ દિવસો દ્વારા મોરબી જિલ્લામાં કોઇ પણ લોકોઙ્ગ મતદાર યાદીમાં નામ ઉમેરવા,ઙ્ગસુધારવા,ઙ્ગકમી કરવા માટે વંચિત ન રહે તે માટે દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર સવારે ૧૦ કલાક થી સાંજે ૦૫ કલાક સુધી બેસી કામગીરી કરશે.

તેમજ જે લોકોને બુથ પર ન જવુ હોય તે લોકોઙ્ગNVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજુ કરી શકે છે. અને આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર માં ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.

વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ

વૈદરાજ કિશોરભાઇ વાણંદ દૂર્વારા માતૃશ્રી જયાબેન મુળજીભાઇ દશાડિયાની સ્મૃતિમાં આયુર્વેદીક દિવ્ય વનસ્પતિમાંથી બનાવેલ ઉકાળો જે સ્વાઇનફલુ-ડેન્ગ્યુ-કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય જે તારીખ ૨૫/૧૧ થી ૨૫/૨ સુધી સવારે ૭ થી ૮ વસંત પ્લોટ ચકિયા હનુમાન મંદિર સામે વિજય હેર ડ્રેસરમાં નિઃશુલ્ક વિતરણ કરાશે. મો. ૯૬૨૪૦ ૧૨૪૭૧.

(12:43 pm IST)