Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

શારીરિક મુશ્કેલીઓ વચ્ચે કચ્છના નંદલાલનો મતદાન માટે અડગ નિર્ધાર

 તંત્રએ મતદાન જાગૃતિ માટે આપ્યું આઈકોનનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩

દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીપંચ દ્વારા ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કચ્છના દિવ્યાંગ મતદારોને મતદાનમાં મદદ માટે તથા વધુને વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળે તથા પ્રોત્સાહન મળે તે માટે ૯૫ ટકા દિવ્યાંગતા ધરાવતા શ્રી નંદલાલ શામજી છાંગાને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દ્વારા ચુંટણી આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેઓ દિવ્યાંગ મતદાર જાગૃતિ માટે જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામગીરી કરશે. ઉપરાંત દિવ્યાંગ વ્યકિતઓ મુકત અને સ્વચ્છ અથવા કોઇ મુશ્કેલી વગર સરળતાથી મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહન આપશે તેવું નોડલ અધિકારી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)એ જણાવ્યું છે.

(9:50 am IST)