Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જસદણમા વર્લ્‍ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આટકોટઃ વર્લ્‍ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા તારીખ ૨૦/૧૧/૨૦૨૨ ને રવિવાર ના રોજ ને વર્લ્‍ડ વૃક્ષારોપણ દિવસ તરીકે ઉજવણી કરતા પ્રોજેકટ ૦૨ (WMO2) અંતર્ગત જસદણ મુકામે આવેલ સુન્ની મુસ્‍લિમ કબ્રસ્‍તાન મુકામે વૃક્ષારોપણ નો ભવ્‍ય કાર્યક્રમ રાખવા માં આવ્‍યો ત્‍યારબાદ મદીના પાર્કમા કે જયા WMO દ્વારા આશીયાના મેમણ કો હાઉસિંગ સોસાયટી આકાર લઈ રહેલ છે ત્‍યા પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ની ઉજવણી કરવા માં આવેલ ઉપરોક્‍ત બન્ને કાર્યક્રમ જસદણᅠ WMO સીટીચેરમેનᅠ જનાબ રસીદભાઈ ગનીયાણી તેમજ WMOᅠ લાઈફ મેમ્‍બર જનાબ હાજી ઈમરાનભાઈ ખીમાણી તેમજ જસદણ મેમણ જમાત ના તમામ કારોબારી સભ્‍યો તેમજ WMO યુથ વિંગના તમામ મેમ્‍બર આ પ્રસંગે ઉપસ્‍થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણી આટકોટ)

(11:05 am IST)