Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ધોરાજીના બુટલેગર હનીફ ઉર્ફે અનીયા ગરાણાને 'પાસા'માં ધકેલાયો

રાજકોટ, તા. ર૩ :  વિધાનસભાની ચૂંટણી પૂર્વ રૃરલ પોલીસે ધોરાજીના બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો.

વિધાનસભા ચુંટણી અન્વયે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓ સાથે સંકળાયેલ ઇસમોને અટકાયતમાં લેવા સારૃ પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય ધોરાજીના બુટલેગર હનીફ ઉર્ફે અનીયો મજીદભાઇ ગરાણા (ઉ.વ.૪૩) રહે. ધોરાજી, ખીજડા શેરી, મોચીબજાર ને પાસામાં ધકેલવાની દરખાસ્તને જીલ્લા કલેકટરે મંજુર કરી પાસાનું વોરંટ ઇસ્યુ કરતા રૃરલ ક્રાઇમ બ્રાંચને પી.આઇ. વી.વી. ઓડેદરા તથા ધરાોજીના પી.આઇ. એ.બી. ગોહિલ સહિતની ટીમે હનીફનેે પકડી પાડી પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો.

(12:02 pm IST)