Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઉનામાં શહીદવીર લાલજીભાઇની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ યાત્રા

મરાઠા રેજીમેન્‍ટના જવાન લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન વીર ગતિ પામતા તેમનો મૃતદેહ આજે વતન લાવવામાં આવી રહેલ છેઃ મરાઠા રેજીમેન્‍ટના ર૧ જવાનો ર૧ રાઇફલ્‍સ સાથે સલામી આપવા હાજર રહેશે

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૩ :.. શહીદ વીર લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન વીરગતિ પામેલ છે. શહીદ વીર લાલજીભાઇ બાંભણીયા ઉનાના ડમાસા ગામના વતની અને ઉના કોલેજ એનસીસીના પૂર્વ કેડેટ છે. શહીર વીર લાલજીભાઇનો મૃતદેહ તેમના વતન લાવવામાં આવી રહેલ છે શહીદ વીર લાલજીભાઇનો મૃતદેહ આવ્‍યા બાદ તેમની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા ડમાસા ગામથી કેસરીયા થઇને ઉનામાંથી પસાર થશે.

શહીદ વીર લાલજીભાઇની અંતિમવિધી ઉનામાં રાખેલ છે. શહીદ વીર જવાનનો મૃતદેહ આજે સાંજ સુધીમાં વતન પહોંચી જશે.

ઉના કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને એનસીસીના ભૂતપૂર્વ કેડેટ  અને મરાઠા રેજીમેન્‍ટના  લાલજીભાઈ બાભણીયા અરુણાચલ પ્રદેશમાં પોતાની ફરજ દરમ્‍યાન વીરગતિ પામ્‍યા છે તેમનો મૃતદેહ વતન લાવવામાં આવી રહેલ છે. તેમની અંતિમયાત્રા ડમાસા- કેસરિયા- શાહડેસર  -ઉના -મોદેશ્વર ના માર્ગ પરથી પસાર થશે. કેસરિયા વિસ્‍તારના કેડેટસો યુનિફોર્મ સાથે પોતાની બાઈકમાં ડબલ સવારીમાં જોડાશે અને શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર સન્‍માન આપશે.

એનસીસી કેડેટ્‍સએ યુનિફોર્મ અને બાઇક સાથે રેલવે ક્રોસિંગ ઉનાની બાજુમાં પેટ્રોલ પંપ છે ત્‍યાં હાજર   રહેવા અને પવિત્ર  આ શહીદની અંતિમયાત્રામાં સામેલ થાય તેવો અનુરોધ કરવામાં આવેલ છે.  મરાઠા રેજીમેન્‍ટ ના ૨૧ જવાનો ૨૧ રાયફલની સલામી આપવા ઉપસ્‍થિત  રહેશે સાથે    જુનાગઢ થી બટાલીયન માંથી સ્‍ટાફ જોડાશે.

(1:35 pm IST)